Abtak Media Google News

શિયાળામાં ફળો અને શાકભાજી તાજા અને ગુણકારી મળતા હોય છે અને ઠંડીમાં ખાવાની મજા જ આવે છે, પરંતુ જ્યારે લોકો શિયાળુ ખોરાકમાં જોર દેતા હોય છે ત્યારે જાડા લોકો ખૂબ જ વિચારી વિચારીને જમવાનું લેતા હોય છે. પરંતુ જામફળ એક એવું ફળ છે. જેને ખાવાથી ચરબીના થરો ઘટવા લાગશે. ટેસ્ટી જામફળને કટ કરીને જો તેમા ચાટ મસાલો નાખવામાં આવે તો તો શું મજા પડીજાય છે. જામફળથી શુગર વધતુ નથી માટે ડાયાબિટીઝ અને હાર્ટ પેશન્ટ માટે પણ એકદમ યોગ્ય ફળ છે.

Advertisement

– જામફળમાં એવા ગુણો રહેલા છે જેનાથી આપણે ખાધેલા ભોજનમાંથી વધારાની ચરબી કરતા ખોરાકને તે નિયંત્રિત કરે છે.

– વિટામિન સી થી યુક્ત જામફળ ત્વચા માટે પણ ખૂબ જ ગુણકારી છે.

– જામફળમાં રહેલા મિનરલ બોડીમાં ફર્ટીલીટી વધારે છે.

– જામફળમાં બ્લડ પ્રેશર નિયમિત કરવા માટેના ગુણો રહેલા છે, આ ઉપરાંત કેળામાં પણ જામફળ સમાન જ ગુણો રહેલા છે.

– જામફળ વજન ઘટાડવા શા માટે યોગ્ય ?

જામફળમાં સારા એવા પ્રમાણમાં ફાઇબર અને પ્રોટીન રહેલા હોય છે. જેનાથી પાચન શક્તિ વધે છે. અને અન્ય ખોરાકથી થતી વધારાની ચરબીથી પણ તમને રક્ષણ અપાવે છે. જામફળમાં સફરજન, નારંગી, દ્રાક્ષ અને અન્ય ફળો કરતા ઓછુ શુગર રહેલું છે, પાચન શક્તિ માટે પણ જામફળ યોગ્ય છે.

આ ઉપરાંત જામફળમાં સૌથી ઓછી કેલેરી રહેલી છે. અને જામફળ વધારાની કેલેરીને પણ બાળે છે. જામફળને વધુ ટેસ્ટી બનાવવા માટે જ્યુસ, ફ્રુટ સલાડમાં પણ લઇ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.