Abtak Media Google News

શિયાળાના દિવસોમાં ઠંડીના કહેરથી બચવા માટે મોટાભાગે લોકો મોજા પહેરીને સુવે છે. મોજા પગના તળિયાને ગરમ રાખે છે. આ ઉપરાંત મોજા પહેરીને સુવાના ઘણા ફાયદા થાય છે, પરંતુ તેના કેટલાક નુકસાન પણ છે. મોજા પહેરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીતર સ્વાસ્થ્ય પર ભારે સાબિત થઇ શકે છે. કેટલાક લોકો માને છે કે સૂતી વખતે મોજાં પહેરવા એ શરીર માટે સારું નથી જ્યારે કેટલાક માને છે કે તેના ઘણા ફાયદા છે. ચાલો જાણીએ તેના ફાયદા અને ગેરફાયદા બંને.

Advertisement

S 2

મોજાં પહેરીને સૂવાના ફાયદા

  • મોજાં પહેરીને સૂવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે. આ હૃદય અને ફેફસાને મજબૂત બનાવે છે. મોજાં પહેરીને સૂવાથી સારી ઊંઘ આવે છે.2 8
  • મોજા પહેરીને સુવાથી પગ ધૂળ અને હવાથી દૂર રહે છે. આ પ્રકારે સુવાથી પગને ફાટાતાં બચાવી શકાય છે. જો તમારી એડીઓ ફાટેલી રહે છે તો પગમાં ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝર લગાવી ને મોજા પહેરો. પગ ફાટવાનું બંધ થઇ જશે અને એડીઓ મુલાયમ રહેશે.
  • ઠંડીના લીધે હાથ-પગ અકડાઇ જાય છે. તેના લીધે શરીર સુન્ન થઇ જવાની ફરિયાદ જોવા મળે છે. મોજા પહેરીને સુવાથી આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આ રેનોડ સિંડ્રોમને ઓછું કરવામાં મદદ કરે છે.એડી

મોજાં પહેરીને સૂવાના ગેરફાયદા

  • વુલન કપડાંપહેરીને સૂવાથી લો બીપીની તકલીફ પણ રહે છે. કારણકે શરીર ગરમ કપડાંમાં પેક થઈ જાય છે.
  • વ્યક્તિની ઠંડી સહન કરવાની ક્ષમતા પર પણ અસર પડે છે. સતત ગરમ કપડાંપહેરીને સૂવાથી શરીરને ગરમાવાની ટેવ પડી જાય છે. આથી તેઓ નોર્મલ ઠંડી પણ સહન કરી શકતા નથી.4 8
  • મોજા પહેરીને સુવાના ઘણા ફાયદા છે, પરંતુ એક ભૂલ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. મોજા જો તમને ટાઇટ રહે છે તો તેનાથી બ્લડ ફ્લોમાં ઘટાડો આવી શકે છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત મોજા પહેરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે મોજા સ્વચ્છ હોય. ગંદા મોજા પગને નુકસાન પહોંચાડે છે.Shocks

 

 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.