Abtak Media Google News

ફેસબુક દ્વાર ઓક્ટોબરમાં રક્તદાનની નવી સુવિધા શરુ કરવામાં આવી હતી, જેને કારણે લોકો માટે રક્તદાન કરવાનું સરળ બની રહે તે માટે ભારતમાં તેની શરુઆત કરવામાં આવી હતી. જેમાં હવે આશરે ૪૦ લાખ જેટલા રક્તદાતાઓ ભારતમાંથી ફેસબુકના આ ફીચર પર જોડાય ચુક્યા છે.

લોહીની જરુરીયાત વાળા લોકોને રક્તદાન કરવાવાળા સાથે મેળવવા ઉપરાંત આ ટૂલની સુવિધા જે-તે મદદ કરતી સંસ્થાઓને પણ રક્તદાતાઓ  સાથે સાંકળવામાં મદદ કરે છે.

હોસ્પિટલો, રક્તની બેંકો કે સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થાઓ (બિન નાણાકીય સંસ્થાઓ) આ ફીચર દ્વારા ફેસબુક પર રક્તદાન માટેના સ્વૈચ્છિક કાર્યક્રમો કરી શકે છે. તથા તેમાં જોડાયેલા રક્તદાતાઓને રક્તદાન માટેની તકની જાણ પણ નોટફિકેશન દ્વારા થઇ જતીહોય છે.

ભારતમાં ૪૦ લાખથી વધુ દાતાઓ ફેસબુકની આ રક્તદાન સુવિધામાં જોડાયા છે. ત્યારે કંપની હવે તેની આ સુવિધા પડોશી દેશ બાંગ્લદેશમાં પણ વિસ્તૃત કરવા વિશે વિચારી રહી છે. જેમ ભારતમાં પણ લોકો રક્તદાતા માટે ફેસબુક પર વારંવાર પોસ્ટ મુકતા રહે છે તેવી રીતે બાંગ્લાદેશ માટે પણ લોકો અને જરુરીયાત મંદને ઝડપી અને સરળતાથી રક્તદાતા મળી રહે તે માટે ૨૦૧૮ની શરુઆતમાં બાંગ્લાદેશમા પણ આ સુવિધાનો વિસ્તાર કરવાનું વિચાર રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.