Abtak Media Google News

ચાલવાના દરેક ડગલે ડગલે તંદુરસ્તીનું રહસ્ય છુપાયેલું છે

માણસે તેમના શરીરને સ્વસ્થ રાખવા રોજીંદુ કેટલું ચાલવું તે મહત્વનું છે અને અત્યારના ઝડપી તથા બોજાવાડા  યુગમાં ખરેખર માણસે તેમના શરીર પર બહારના વાતાવરણની તથા તેના રોજીંદા જીવન શૈલીની કેટલી અસર પડે છે તે જાણવું જરૂરી છે કેમ કે ભવિષ્યમાં તેમને થનારા રોગો કે શરીરના કાંઈ પણ ઉણપ ની ખામીઓ અગાઉથી શોધી શકાતી નથી પરંતુ જો તે શરીરને સ્વસ્થ રાખશે અને નિયમિતપણે મેડિકલ તથા સાયન્સના અનુકરણ કરીને અમુક ડગલાઓ ચાલીને તેમના શરીરને પ્રાથમિક તબક્કે સારું રાખી શકે છે.

માનવીએ તેમના જીવનમાં સ્વસ્થ રહેવું એ તેમની બીજી જાગીર છે અત્યારના ઝડપી અને સમયનો અભાવ હોય છે, તેમજ  કામકાજો બોજાવડા થઈ ગયા છે, જેમાં માણસ એ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી ગયો છે. તો તેમણે સવારથી લઈને રાત સુધી સુવે ત્યાં સુધીમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જેની સીધી અસર તેમના શરીર પર પડે છે.

’પહેલું સુખ તે જાતે નર્યા’ની કહેવત મુજબ માણસે તેમના શરીરનું સૌપ્રથમ ધ્યાન રાખવું જરૂરી બને છે જેમાં શરીરમાં કોઈપણ જાતના દર્દ કે રોગ વિનાનું શરીર હોવું જરૂરી છે.

જેના માટે માણસે તેમના શરીર સાથે કોઈપણ પણ જાતના ચેડા કે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ તેમજ શરીરને સાનૂકૂળ પરિસ્થિતિ અને વાતાવરણના રહીને કાર્યશીલ રહેવું જોઈએ જેના માટે સૌપ્રથમ સવારમાં કસરત કરવાથી માંડીને નાસ્તા સુધીમાં ઘણી ખરી બાબતો ધ્યાન રાખવી જોઈએ.

જેવી કે, શરીર માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું 150 મિનિટ સુધી કસરત કરવી જોઈએ તથા શરીરને અનુકૂળ પૌષ્ટિક અને વિટામિન મળી રહે તેઓ નાસ્તો ગ્રહણ કરવો જોઈએ.

મેડિકલ સાયન્સ મુજબ શરીરની સાનુકૂળ ચાલવાની પરિસ્થિતિ 150 મિનિટ એટલે કે એક તબબકના 30 મિનિટમાં પાંચ વખત સ્પીડથી ચાલવું જોઈએ.

આમ વધતા જતા ટેકનોલોજીના યુગમાં મેડિકલ- સાયન્સની આગવી ડેવલોપમેન્ટ ની પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને રોજિંદા જીવનમાં ચાલવાની પ્રક્રિયા એ કસરત ના ભાગરૂપે કેટલી મહત્ત્વની છે તે જાણવું જરૂરી બને છે અને તે શરીરને સીધી અસર કરે છે.

વ્યક્તિએ તેના જીવનમાં ચાલવુએ શરીરની સુખાકારી માટે મહત્વનું છે.

– માણસે તેમના શરીર માટે 150 મિનિટની કસરત અઠવાડિયામાં કરવી જોઈએ, જેમાં 7,000 થી 8,000 પગલાઓ દિવસ દરમિયાન થવા જોઈએ.

– યુવાઓમાં એટલે કે 60 વર્ષથી નીચેની વયના લોકોએ 8000થી 10000 પગલાઓ દિવસ દરમિયાન થવા જોઈએ.

– 60 વર્ષથી વધુ વયની ઉંમરના લોકોને 6000 થી 8000 પગલાઓ દિવસ દરમિયાન થવા જોઈએ.

 

40 પછી ચાલીશ નહીં તો જીવનમાં ક્યાંય ‘ચાલીશ’ નહીં

માણસે તેમના શરીર માટે કસરત કરવી જરૂરી છે રોજિંદી ક્રિયા માં 30 મિનિટની કસરત એ શરીરે સ્વસ્થ અને સમૃદ્ધ રાખે છે તથા માનસિક રીતે પણ સ્વસ્થ રહીએ છીએ. દરેક વ્યક્તિ તેમના શરીર અંગે ચીવટ પૂર્વક ની કાળજી રાખવી જરૂરી બને છે, પછી ભલે તે બાળકો હોય યુવાનો હોય કિશોર હોય કે વૃદ્ધ હોય પરંતુ તેને ચાલવાની કસરત કરવી જરૂરી બને છે આમ ચાલવાથી શરીર સ્વસ્થ અને સારી રીતે સાનુકૂળ વાતાવરણ માં નીરોગી બને છે.

વ્યક્તિએ રોજીંદુ કેટલું ચાલવું તે મહત્વનું છે અને ક્યારેય ચાલવું તે મહત્વનું છે; વ્યક્તિએ સવારના ભાગમાં રોજિંદા આશરે 8,000 પગલાઓ ચાલવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવું અનુમાન રહેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.