Abtak Media Google News

બાજીગર, ડીડીએલજે, કુછ કુછ હોતા હૈ કરન અર્જુન, સપને, ગુપ્ત જેવી યાદગાર ફિલ્મના ફોટા કાજોલે શેયર કર્યા

બાજીગર, દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે, સપને, હલચલ ગુપ્ત જેવી ૯૦ ના દાયકાની ખુબ જ રોમાંચક ફિલ્મોમાં અભિયન કરનાર કાજોલે તાજેતરમાં ૯૦ ના દાયકાના તેના કેટલા ખુબસુરત ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેયર કર્યા કાજોલ તેના જુના ફોટાઓની ખુબ જ મોટી ફ્રેન છે ૪૪ વર્ષીય કાજોલ અજય દેવગણે ૯૦ના દાયકામાં ખુબ જ સારી ભૂમિકાઓ વાળી ફિલ્મોમાં કામ કર્યુ છે. ૧૯૯૭ ના કાજોલે ડાયરેકટર રાજીવ મેનનની ફિલ્મ સપનેમાં પ્રભુ દેવા અને અરવિંદ સ્વામી સાથે સ્કીન શેયર કર્યુ હતું. અનેુ કાજોલે આ ફિલ્મમાં બાઇક પણ ચલાવ્યું હતું વ્હાઇટ શર્ટ અને ડેનીમમાં ગોર્જીયસ લાગતી કાજોલે આ ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેયર કર્યો છે. અને રાજીવ મેનનને ટેગ પણ કર્યા છે.

Advertisement

૯૦ના દાયકાની ચુલબુલી અને બ્લેક બ્યુટી કાજોલે ફોટાની યાદો સાથે કેટલીક રસપ્રદ વાતો પણ શેયર કરી છે તેણે જણાવ્યું છે કે આ ફિલ્મ સમયે મારા વાળ લાંબા હતા અને મારી કમર ને અડી જતાં હતા.

હેલીકોપ્ટર ઇલાની મોમ કોજોલે તેના ૯૦ના દાયકાના ગોર્જીયસ લુક વાળા ફોટા શેયર કર્યા છે. અને દરેક ફોટા પર કેપ્શન પણ લખ્યા છે. ૪૪ વર્ષીય કાજોલે ૪૦થી પણ વધારે ફિલ્મોમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. કુછ કુછ હોત હૈ ની અંજલી શર્માએ ૧૯૯૨ માં તેની પહેલી સફળ ફિલ્મ બાજીગરમાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી હતી બોલીવુડમાં કાજોલ માટે એવું કહેવાય છે કે તેને કોઇપણ ફિલ્મમાં કોઇપણ એકસપ્રેશન આપે તેના એકસપ્રેશનથી જ લોકો તેના ફેન થઇ જાય છે. બાજીગર, ડીડીએલજી, કભી ખુશી કભી ગમ, કુછ કુછ હોતા હૈ, કરણ અર્જુનથી કાજોલ બોલીવુડમાં છવાઇ ગઇ.

૧૯૯૭ માં રીલીઝ થયેલી કાજોલ અને બોબી દેઓલની મુવી ગુપ્ત માં કાજોલે એક કીલર ની ભૂમિકા ભજવી હતી. આ ફોટો શેયર કરતા કાજોલે રમુજી કેપ્શન લખ્યું છે કે ટુ કીલર કેમ બની હતી ખબર છે કેમ કે મને કોફી નહોતી મળી.

કાજોલના આ ફોટોએ ૯૦ ના દાયકાની કાજોલને ફરી બતાવી છે યે કાલી કાલી આંખે, યે ગોરે ગોરે ગાલ…. જેવા સોન્ગ અને કુછ કુછ હોતા હૈ રાહુલ તુમ નહી સમજો ગે જેવા ડાયલોગે કાજોલને હેલીકોપ્ટર ઇલાની સફરને યાદગાર બનાવતા કાજોલના ફોટાઓ જોઇએ તમે પણ કહેશો કુછ કુછ હોતા હૈ તુમ નહી સમજોગે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.