Abtak Media Google News

સૌથી વધુ પેટ્રોલ સંચાલિત ૩૫૨૧ દ્વિ-ચક્રિય વાહનોનું વેચાણ: કોર્પોરેશનને ૯૨ લાખની આવક

શહેરમાં ચોરે ચોંટે એક જ વાત સંભળાય રહી છે કે મોંઘવારી બહુ છે અને નબળા વર્ષના કારણે માર્કેટમાં મંદીએ અજગરી ભરડો લીધો છે. જોકે આ વાતો માત્ર ટાઈમપાસ પુરતી જ સીમીત હોય તેવું લાગી છે. કારણકે ધનતેરસથી લઈ દેવદિવાળી સુધીના શુકનવંતા ૧૬ દિવસમાં રાજકોટમાં અધધધ ૪૧૧૬ વાહનોનું વેચાણ થયું છે. જેના થકી મહાપાલિકાને વાહન વેરા પેટે રૂ.૯૧.૭૧ લાખની આવક થવા પામી છે.

Advertisement

સૌથી વધુ પેટ્રોલ ચાલતા ૩૫૨૧ દ્વિ-ચક્રિય વાહનોની ખરીદી લોકોએ આ શુકનવંતા દિવસોમાં કરી છે. ગત ૫ થી ૨૨ નવેમ્બર દરમિયાન શહેરમાં ૪૧૧૬ વાહનોનું વેચાણ થયું છે. જેમાં પેટ્રોલ સંચાલિત ૩૫૨૧ ટુ-વ્હીલર, સીએનજી સંચાલિત ૭૬ થ્રી વ્હીલર, ડિઝલ સંચાલિત ૭ થ્રી વ્હીલર, સીએનજી સંચાલિત ૭ કાર, ડિઝલ સંચાલિત ૯૮ કાર, પેટ્રોલ સંચાલિત ૩૭૯ કાર, ડિઝલ સંચાલિત અન્ય ૨૬ ફોર વ્હીલર, ૧ ડિઝલ સંચાલિત સીકસ વ્હીલર અને ૧ પેટ્રોલ સંચાલિત સીકસ વ્હીલરનું વેચાણ થયું છે જેના થકી મહાપાલિકાને વાહન વેરા પેટે ૯૧.૭૧ લાખની આવક થવા પામી છે.

ગત ૧ એપ્રિલથી ૨૨ નવેમ્બર અથાત આઠ મહિનાના સમયગાળામાં શહેરમાં ૪૨૦૮૦ વાહનોનું વેચાણ થયું છે જેના દ્વારા મહાપાલિકાને રૂ.૧૦.૮૬ કરોડની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.