Abtak Media Google News

સરળ પગલાંઓની અમલવારીથી ફળોનું આયુષ્ય વધી જાઇ છે  !!!

ફળનું સેવન કરવાથી લોકોમાં તંદુરસ્તી જળવાઈ છે ત્યારે ક્યાં ફળો અને ફળોનું આયુષ્ય કેવી રીતે વધારી શકાય તે પણ એટલુંજ જરૂરી છે. કારણ કે ખૂટતા ન્યુટ્રીશન જે શરીરમાં હોવા જોઈએ તે ફળો માંથી મળે છે. ત્યારે ફળોનું આયુષ્ય વધારવા લોકોએ સરળ પગલાંઓની અમલવારી કરવી જરૂરી છે. કારણ કે દરેક ફળોનો ગુણધર્મ અલગ છે અને જો તેની યોગ્ય અમલવારી કરવામાં આવે તો તે ફળનું આયુષ્ય વધી જતું હોઈ છે.

લોકો વધુ માત્રામાં ફળ અને શાકભાજીની ખરીદી કરતા હોય છે જેની પાછળનું તેમનું કારણે હોય કે તેમનો સમય બચે પરંતુ આ સ્થિતિના કારણે ફળ નીચે આયુષ્ય છે તે ઓછું થઈ જતું હોય છે અને ઝડપભેર તે ફળ બગડી પણ જાય છે ત્યારે લોકો સરળ ઉપાય અપનાવે તો ફળનું આયુષ્ય વધી જતું હોય છે.

રસ ધરાવતા ફળ

રસ ધરાવતા જે ફળો છે તેનાથી માનવ સ્વાસ્થ્યને ખૂબ સારી અસર પહોંચતી હોય છે તેમાં નારંગી સંતરા નો સમાવેશ થતો હોય અન્ય ફળોની સરખામણીમાં રસ ધરાવતા ફળોનું આયુષ્ય વધુ હોય છે પરંતુ જો તેને ફ્રીઝમાં રાખવામાં આવે તો તે એક મહિના સુધી બગડતા નથી હા તેમાં પાણીનું પ્રમાણ મહદ અંશે ઘટી જતું હોય છે.

સફરજન

માનવ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે એક તબીબો સફરજનનું સેવન કરવાનું સૂચવતા હોય છે પરંતુ સફરજન એક અઠવાડિયાથી ઓછા સમયમાં જ બગડી જતા હોય છે ત્યારે લોકોએ સફરજનની ખરીદી કરતા વખતે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે સફરજન ઉપર એક પણ પ્રકારના કાણા અથવા તો કોઈ ડોટ ન હોવો જોઈએ અને જો સફરજનને ફ્રીઝમાં રાખવામાં આવે તો તેનું આયુષ્ય વધુ 15 દિવસ લંબાઇ જતું હોય છે અને તે સફરજન ફ્રેશ જ જોવા મળે છે.

અનાનસ

વિટામીન સી માટે અનાનસ ખૂબ સારું કાર્ય કરે છે પરંતુ લોકો અનાનસ ને કાપી જ્યારે રૂમ ટેમ્પરેચર ઉપર રાખે તો તે અનાનસ નું આયુષ્ય ત્રણ દિવસની અંદર જ પૂર્ણ થઈ જતું હોય છે પરંતુ જો લોકો અનાનસને યથાવત રીતે સેવન કરવા માંગતા હોય તો અનાનસને કાપી એર ટાઈટ ક્ધટેનરમાં રાખવા જોઈએ અને ડીપ ફ્રીઝરમાં જો તેને સ્ટોર કરવામાં આવે તો તેની ગુણવત્તા અને તેની ફ્રેશનેસ યથાવત રીતે જળવાઈ છે.

કેળા

કેળા એક એવું ફળ છે કે જે અનાજની પૂર્તિ માનવ શરીર માટે કરે છે. ત્યારે કેળા રૂમ ટેમ્પરેચરમાં રાખવાથી તેનું આયુષ્ય છે તે ઘટી જતું હોય છે અને તે બગડવા પણ મન્ડે છે ત્યારે કેળાનું જે માથાનો ભાગ હોય તેને ક્લિંગ ફિલ્મ અથવા તો પ્લાસ્ટિક થી વીંટી દેવામાં આવે અને ફ્રીજમાં જે ડ્રાય વિસ્તાર હોય એટલે કે જે સૂકો એરિયા હોય તેમાં રાખવામાં આવે તો કેળાનું આયુષ્ય વધી જતું હોય છે અને સંભવત દરેક કેળા ચારથી પાંચ દિવસમાં જ બગડવાના શરૂ થઈ જાઇ છે આ પદ્ધતિ અપનાવવાથી ઘણો ફેર પડે છે.

તરબૂચ

દરેક લોકોને તરબૂચનું સેવન કરવું ખૂબ જ ગમે છે અને તરબૂચ જો યોગ્ય રીતે રાખવામાં આવે તો તેનું આયુષ્ય ચારથી સાત દિવસ સુધીનું રહેતું હોય છે ત્યારે જો કાપેલા તરબૂચના ભાગનું સેવન કરવામાં આવેને બાકી રહેતા ભાગને પ્લાસ્ટિક માં વીંટી એર ટાઈટ ક્ધટેનરમાં રાખી તેને જો ફ્રીઝ અથવા તો ફ્રીઝરમાં મુકાય તો તરબૂચ નું આયુષ્ય વધી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.