Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે બાગાયત અને રોકડિયા પાકના વાવેતર તરફ વળ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના સહદેવભાઇ જોરૂભાઇ નામના એક ખેડૂતે અંદાજે 35 વીઘા જમીનમાં પંદર જેટલી અલગ અલગ કલર અને જાતનાં ટેટી અને તરબૂચનું સફળતાપૂર્વક વાવેતર કર્યું છે.

લાલ, પીળા સહિતના અલગ અલગ કલરની સક્કરટેટી અને પીળા કલરના તરબૂચ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તરબૂચ અને સક્કરટેટીની ખેતી દ્વારા આ ખેડૂત એક વીઘામાંથી અંદાજે એક લાખ રૂપિયા જેટલી વાર્ષિક આવક મેળવી 35 વીઘાના ખેતરમાં વર્ષે રૂ. 35 લાખની વિક્રમજનક આવક કરી છે. ખેડૂતોને કપાસ અને ઘઉં જેવા પરંપરાગત પાકમાં મોંઘા બિયારણ અને દવાઓના ખર્ચા કર્યા બાદ પણ પૂરતું ઉત્પાદન અને ભાવ મેળવી શકતા નથી.

ત્યારે આવા રોકડિયા પાકનું ઉત્પાદન કરીને ખેડૂતોને વિપુલ ઉત્પાદનની સાથે સારી આવક પણ મળે છે. સહદેવભાઇ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં અન્ય ત્રણ ખેડૂતોએ આ પ્રકારનું વાવેતર કર્યું છે. કુંતલપુર ગામના અંબારામભાઇ કરસનભાઇ પટેલ સાથે વતા કરતા તેમણે જણાવ્યું કે, એક વીઘે લાખ રૂપિયાની આવક થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.