Abtak Media Google News

નામ સાંભળતાં જ મોં-મા પાણી આવી જાય એટલે લછ્છા  પરાઠા ચડેલાનાં સમયમાં બધાં જ પોતપોતાના રીવાજોના રાંઘણ ખાતા પરંતુ હવે કોન્ટીનેન્ટલ અને સબ કોન્ટીનેન્ટલ ફુડ પણ અપનાવતાં થયા છે. પહેલા પરોઠા ગોળ અને ત્રિકોણ બનાવવામાં શ‚ કર્યા તો હવે તો જાત-જાતનાં શેપ આપી પરોઠા બનાવાય છે. લછ્છા પરઠા મુળ પંજાબી લોકોની રેસીપી છે. જેની તુળ બનાવી ગોળ ગોળ જલેબી જેવો આકાર બનાવી વળવામાં આવે છે. લછ્છા પરાઠાનો ઇતિહાસ…

Advertisement

આ વાનગી પંજાબી છે માટે તેને પંજાબી નામ લચ્છા મતલબ ગોળ ગોળ રીંગ વાળી અને વળવું જેનાથી તેના ઘણાં ૪૫ (લેયર્સ) બની જાય છે. અને આ પરાઠા દેખાવમાં તો ગોળ હોય અને ખાવામાં ડિલિશીયસ હોય છે જે માલાબાર પરાઠા જે કેરલમાં બનાવાય છે તેવાં લાગે છે. પરંતુ તેમાં એક જ અસમાનતાં છે કે માલાબાર પરોઠા મેંદામાંથી બને છે તો લચ્છા પરાઠા ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે.

લચ્છા પરાઠા મુખ્ય બે રીતે બનાવાય છે. એક તો તંદુરી લચ્છા પરાઠા બીજુ તવા લચ્છા પરાઠા ફર્ક તેને પકાવવાની ટેકનીકનો છે.

સામાગ્રી : લચ્છા પરાઠા માટેની

– ૨ કપ ઘઉંનો લોટ

– લોટ બાંધવાનું પાણી

– કોરો ઘઉનો લોટ

લચ્છા પરાઠા બનાવવાની રીત :

– એક બાઉલ લઇ તેમાં ઘઉંનો લોટ નાખી, મીઠું અને તેલ નાખી લોટ બાંધવો. તેમાં કુણ આવે ત્યાં સુધી ઢાંકીને રાખી મુકવું. ત્યારબાદ બાંધેલા લોટને એક કપડામાં બાંધી ૩૦ મિનિટ સુધી રાખવું.

– ૩૦ મિનિટ પછી તે લોટના લુઆ બનાવવાં અને તેને હથેળી વડે ગોળ ગોળ વાળી જલેબી જેવું ગોઠવી લેવું ત્યાર બાદ વેલણ વડે તેને વણવું અને તેલ લગાડી શેકવું. ઉપરથી છોડું મીઠું અને મરચાનો ભુક્કો છાંટવો તે પરોઠાને 114 cm જેટલુ વણવું અને તેને ૧/૮ જેટલું જાડું રાખવું.

– તવા માં ચોટે નહી માટે તેલ લગાડી શેકવું.

– ત્યાર બાદ તે પરોઠા ગરમ ગરમ ખાવાથી યમ્મી ટેસ્ટ આવશે. ચટણી અથવા સોસ સાથે લેવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.