Abtak Media Google News

લોકસભા ચૂંટણી દરમિયાન નિષ્ક્રીય રહેલા કાર્યકરોનાં કારણે કોંગ્રેસનો પરાજય થયાનો પ્રિયંકાનો આરોપ

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મળેલી કરારી હાર બાદ કોંગ્રેસ પક્ષના નેતાઓથી લઈને કાર્યકરોમાં નિરાશા વ્યાપી જવા પામી છે. ત્યારે નેતાઓ, કાર્યકરોને નિરાશાઓમાંથી બહાર લાવવાના બદલે પાર્ટીના વરિષ્ટ નેતાઓ પોતાની જવાબદારી સ્વીકારવાના બદલે કાર્યકરો પર હારનું ઠીકરૂ ફોડવાનો પ્રયાસો કરી રહ્યા છે. ગઈકાલે રાયબરેલીમાં પાર્ટીના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ પણ પોતાના ભાષણમાં પાર્ટીની નબળી સ્થિતિ માટે કાર્યકરોને જવાબદાર ઠેરવીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિયંકાના આશા અપરિકવ વચનોથી પાર્ટીના સનિષ્ઠ કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી.

Advertisement

યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી વિજેતા બનતા ગઈકાલે કોંગ્રેસ દ્વારા આભાર માનવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંં હતુ આ કાર્યક્રમમાં સોનિયાની સાથે પ્રિયંકા ગાંધી વાડરા પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભાષણ દરમ્યાન પ્રિયંકાએ તમે જ પાર્ટીને નબળા પાડવાવાળા છે. તેવો કાર્યકરો પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે લોકસભાની ચૂંટણીમાં કામ નહી કરનારા કાર્યકરોના નામ હું શોધી કાઢીશ હું મારા હૃદયના ખૂણેથી કહું છું કે તમે ઈમાનદારીથી ચૂંટણી લડયા નથી.

જેઓએ પક્ષ માટે પ્રમાણિક પણે નિ:સ્વાર્થ પણે મહેનત કરી છે. તેઓને તેમના હૃદયના ખૂણેથી જાણે છે તેમ જણાવીને પ્રિયંકાએ જણાવ્યું હતુ કે આ સંઘર્ષનો સમય છે. જેઓ આ સમયે સમાધાન કરવા તૈયાર છે. જેઓ આ સંઘર્ષમાં હૃદયથી પાર્ટી સાથે જોડાયેલ નથી તેમના માટે રાયબરેલી કોંગ્રેસ અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાં કોઈ સ્થાન નથી જો તમે સાચા દિલથી કામ કરવા માંગતા હો તો તમારે સંઘર્ષ કરવો પડશે. તમારે મારી કડવી વાતને પણ સાંભળવી પડશે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં પાર્ટીને મજબૂત બનાવવા કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં લાવવાનો નિર્ણય કર્યો હતો. પ્રિયંકાને પાર્ટીના મહામંત્રી બનાવીને પૂર્વીય ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી સોંપી હતી. પ્રિયંકાને રાયબરેલીમાં માતા સોનિયાને જયારે અમેઠીમાં ભાઈ રાહુલની પ્રચાર કમાન સંભાળી હતી. પરંતુ આ બંને પ્રતિષ્ઠાભરી બેઠકોમાંથી અમેઠીમાં રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાની સામે કારમો પરાજય થયો હતો.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.