Abtak Media Google News

પ્રસુતાઓ માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેકશનનો દૂરપયોગ રોકવા સરકારનો નિર્ણય: કર્ણાટક સ્થિત સરકારી ફાર્મા કંપનીને જ ઓક્સિટોસીન દવા બનાવવાની છૂટ

ઓકસીટોસીન ઈન્જેકશન પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રતિબંધ લાદી દીધો છે. જેથી ડોકટરોમાં ભારે મુંઝવણ ઉભી થઈ છે દેશના લગભગ ૧૨૫ ખાનગી ફાર્મા કંપનીઓ ઓકિસટોસીન ઈન્જેકશનનું નિર્માણ કરતી હતી. પરંતુ સરકારના આ નિર્ણયથી તે તમામ કંપનીઓ ભીંસમાં આવી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ઓકિસટોસીનના વધતા જતા દુરૂપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે ૧ લી જુલાઈથી ઓકિસટોસીન ઈન્જેકશનો પર પ્રતિબંધ લાદી દીધો છે? આ સાથે ઓકિસટોસીન સંબંધીત રો-મડીરીયલ સપ્લાઈ કરવા પર પણ રોક લગાવી છે? જેના પગલે દેશભરનાં મેડીકલ સ્ટોર પર ઓકિસટોસીન ઈન્જેકશન મળવાના બંધ થઈ ગયા છે. કોઈ પણ કેમીસ્ટ કે અન્ય નિર્માતાઓ પાસે આ દવા ઉપલબ્ધ રહેશે નહી.

હવે ઓકિસટોસીન ઈન્જેકશનનું ઉત્પાદન માત્ર સરકારી ફાર્મા કંપનીમાં થશે જે કર્ણાટકમાં સ્થિત છે. કર્ણાટક એન્ટીબાયોટીકસ એન્ડ ફાર્માસીયુટીકલ લી. (કેએપીએલ) નામની આ એક જ કંપની ઓકિસટોસીન દવા બનાવી શકશે. આથી ડોકટરોને માટે એ અસ્પષ્ટ છે કે, આખરેમાત્ર એક કંપની દેશભરમાં ઓકિસટોસીન દવાઓની જરૂરીયાત કેવી રીતે સંતોષી શકશે. આ એક સરકારી કંપની ૧૨૫ કંપનીઓનું સ્થાન કેવી રીતે લઈ શકશે?

જણાવી દઈએ કે, ઓકિસટોસીન ઈન્જેકશનનો ઉપયોગ પીપીએસ, ઓપરેશન વગર ડીલીવરી કરવામા તેમજ શાકભાજીઓનાં ઉત્પાદનમાં પણ થાય છે. તેમાં પણ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને આ ઈન્જેકશન અપાય છે. પરંતુ જો આનો દૂરૂપયોગ થાય તો મોટી નુકશાની પણ સહન કરવી પડે છે. આથી સરકારે પ્રતિબંધ લાદયો છે. અને તમામ મેડીકલ સ્ટોરી અને ફાર્માકંપનીઓને જાણ કરી દીધી છે. તેમજ જો આદેશનું પાલન નહિ કરે તે કંપનીઓનું લાયસન્સ જપ્ત કરવામા આવશે. અને કડક કાર્યવાહી થશે તેમ સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.