Abtak Media Google News

ગર્ભ પરિક્ષણના ૩૦ હજાર અને ગર્ભપાતનાં ૧પ હજાર વસુલતા હતા.

રાજકોટમાં ચોટીલાની મહીલા દ્વારા પોટેબલ સોનોગ્રાફી મશીન દ્વારા ઘરે ઘરે જઇ ગેરકાયદે રીતે ગર્ભ પરીક્ષણ કરવાના કૃત્યનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યા પછી પણ આ પ્રકરણનાં ગોરખધંધા ચલાવતા શખ્સોમાં તેની કોઇ અસર પડી ન હોય તેમ આજે પોલીસ અને મનપાના આરોગ્ય વિભાગે મળી સરદારનગર શેરી નં. ૧૮ માં સ્થિર કિરો એકસ-રે એન્ડ સોનોગ્રાફી કિલનીકમાં દરોડો પાડી ત્યાં ગેરકાયદેસર રીતે ભૃણ  પરીક્ષણ કરતા ડો. જી.એલ. પટેલ અને એજન્ટ તરીકે કામ કરતા સુમિતાબા કમલેશસિંહ સરવૈયા અને લીલાબેન શાંતિલાલ સોલંકીને ઝડપી લીધા હતા.

આ ત્રણેય વિરુઘ્ધ મનપાના આરોગ્ય વિભાગનાં આરોગ્ય અધિકારી ડો. હિરેન વિસાણીની ફરીયાદ પરથી એ ડીવીઝન પોલીસે આઇપીસી કલમ ૩૧૫, ૫૧૧, ૧૨૦ (બી) મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે એક ગર્ભવતી મહીલાની અગાઉ બે ડીલેવરી સીઝેરીયનની કરવામાં આવી હતી અને બંને વખતે પુત્રીનો જન્મ થયો હતો. હાલે પોતાની સિઝેરીયનની ડીલેવરી ન થાય તે માટે તેના દ્વારા એક તબીબ પાસે દવા લેવામાં આવતી હતી.

ત્યાં કામ કરતી સુમિતાબાએ તેે એક દિવસ કહ્યું કે તમારા ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તે ચેક કરાવી લો જો દિકરી હોય અને ગર્ભપાત કરાવવું હોય તો તે અને લીલાબેન તમને સરદારનગર-૧૮ માં કિરો એકસરે કિલનીકમાં ડો. જી.એલ. પટેલ પાસે લઇ જશું.

જે પોતાની કિલનીકમાં સ્ત્રીઓના ગર્ભ પરીક્ષણ તથા ભૂણ હત્યાની મનાઇ હોવા છતાં ખાનગીરમાં કરે છે જયાં તમે ગર્ભ પરીક્ષણ કરાવી લેજો. જેની ફી રૂ ૩૦ હજાર છે અને જો દીકરી હોય તે ગર્ભપાત કરાવવાની ફી અલગથી રૂ ૧૫ હજાર છે આ રીતે કુલ રૂ ૪૫ હજારનો ખર્ચ થશે. તમારે એડવાન્સ પેટે ૩૦ હજાર જમા કરાવાતા રહેશે. આ અંગે એ ડિવીઝન પોલીસને માહીતી મળતા એસીપી બી.બી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી. સાખરાએ તે મહિલાનો સંપર્ક કરી તેને ડમી ગ્રાહક બનાવી હતી.

ત્યારબાદ તે મહીલાને મહીલા પોલીસ સાથે રીક્ષામાં રવાના કર્યા હતા. સૌ પ્રથમ આ લોકો સુમિતાબાને મળ્યા હતા અને અગાઉ થયેલી વાતચીત મુજબ ગર્ભપરીક્ષણ કરવાના એડવાન્સ પેટે રૂ ૩૦ હજાર આપ્યા હતા. જો દિકરી હશે તો તેનો ગર્ભપાત ડરાવ્યા બાદ બાકીના રૂ ૧૫ હજાર પછી આપવાનો વાયદો કર્યો હતો.

આ પછી સુમિતાબાએ તેના જોડીદાર લીલાબેનને બોલાવ્યા હતા અને પછી તેઓ ડમી ગ્રાહક બનેલી મહીલાને લઇ ડો. પટેલની કિલનીકે પહોચ્યા હતા. બીજી તરફ પોલીસને આ ઘટનાક્રમ અંગે મહીલા પોલીસે વાકેફ કરતા જીલ્લા પંચાયતની આરોગ્ય શાખાના ડીસ્ટ્રીકટ પ્રોગામર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહને બોલાવી લેવાયા બાદ એ ડીવીઝન પોલીસે ડો. પટેલની કિલનીકમાં દરોડો પાડયો હતો. તે પહેલા રસ્તામાં મળેલા ડમી મહીલા ગ્રાહકે જણાવ્યું કે લીલાબેન અને સુમિતાબાના કહ્યા મુજબ ડો. પટેલે પોતાના કિલનીકમાં તેના ગર્ભમાં રહેલા બાળકનું પરીક્ષણ ખાનગીમાં ડરી આપ્યું હતું.

આ માહીતી બાદ ડો. પટેલ ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કરતા હોવાનું સ્પષ્ટ થતા મશીન સીલ કરી ડો. પટેલે રીક્ષા ડ્રાઇવર માફરતે ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તેની દર્દીને જાણ કરવામાં આવી હતી.

શરુઆતમાં ડો. પટેલે ગર્ભ પરીક્ષણ કર્યાનો સાફ ઇન્કાર કર્યો હતો પરંતુ પૂરતા પુરાવાને લઇ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

પોલીસ દ્વારા બે મહીલા સહિત તબીબની અટકાયત કરવામાં આવી છે. સાથે તબીબ દ્વારા કેટલા  સમયથી ગર્ભપરિક્ષણ થાય છે? અગાઉ કોનું કોનું ગર્ભપરીક્ષણ કરવામાં આવ્યું છે? ત્રણ સિવાય બીજા કોઇ સાથી છે કે કેમ? સાથે ગર્ભપાત કરાવા કયાં તબીબનો સંપર્ધ કરવામાં આવતો ? તેવા મુદ્દઓ સાથે પોલીસે પાંચ દિવસના રીમાન્ડ સાથે અદાલતમાં રજુ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.