Abtak Media Google News

વિશાળ ગ્રાઉન્ડમાં ૫૧૦૦ ખેલૈયાઓ ઘુમશે ગરબે  એલઈડી સ્ક્રીન પર લાઈવ ટેલીકાસ્ટ, સઘન સિકયુરીટી અને આધુનીક સાઉન્ડ સિસ્ટમની સુવિધા  આયોજકો ‘અબતક’ની મુલાકાતે

ખોડલધામ વેસ્ટ ઝોન દ્વારા પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવનું ઝાઝરમાન આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં માત્ર કપલ જેન્ટસનેજ પ્રવેશ આપવામાં આવશે. અને સર્વજ્ઞાતીની સ્ત્રીઓ આમાં ભાગ લઈ શકશે. આયોજનમાં વરસાદી વાતાવરણની આગાહીને લઈ ૨૫૦ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં ખોડલધામ વેસ્ટઝોન વૃધ્ધાશ્રમના વડીલોના હસ્તે માં જગદંબાની આરતી કરાવશે.

પારીવારીક વાતાવરણમાં અને માં ખોડલના સાનીધ્યમાં આયોજીત રાસ મહોત્સવમાં જાણીતા કલાકારો અને આધુનિક સાઉન્ડ સીસ્ટમ પર ખેલૈયા ઝુંમી ઉઠશે.

ખોડલધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટઝોન દ્વારા મવડી બાયપાસ રોડ, સાંકરીયા બાલાજી ચોક, હરીદર્શન સ્કુલની બાજુમાં, સંસ્કાર સીટી સામે, મવડી, ખાતે તા.૧૦ થી ૧૮ ઓકટોબર સુધી આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારીક વાતાવરણમાં ૫૧૦૦થી વધુ ખેલૈયાઓ મનમુકીને રમી શકે તે માટે અતિઆધુનિક જેબીએલની મ્યુઝીક સીસ્ટમ રાખવામાં આવી છે.

આ વર્ષે ગરબાના સ્પેશ્યિલ સીગર રમેશ હિરપરા, સરસ્વતી હિરપરા અને એન્કર તરીકે ભાવિશાશ વ્યાસ રમઝટ બોલાવશે. ખેલૈયાઓને મ્યુઝીક અને રીધમ તરીકે રહીશ હાજી મન મુકી રમવા મજબુર કરશે. જેબીએલ વર્ટીકલ ૪૮૮૯-૧૨૦૦૦૦ વોલ્ટની લેટેસ્ટ સાઉન્ડ સીસ્ટમ રાખવામા આવી છે.

રાસ મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટ મેદાન પર નિહાળી શકાય તે માટે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવરાત્રીનાં નવે નવ દિવસ દરમ્યાન પ્રિન્સ અને પ્રિન્સેસને તેમજ વેલ ડ્રેસ તથા કિડસ માટે પણ ઈનામોની વણઝાર રાખવામાં આવી છે.

અબતક સાથેની વાતચીત દરમ્યાન આગેવાન હસમુખભાઈ લુણાગરીયાએ જણાવ્યું હતુ કે ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવ દ્વારા વર્ષ ૨૦૧૬માં બેસ્ટ ઈવેન્ટ ઓફ ૨૦૧૬નો એવોર્ડ અને વર્ષ ૨૦૧૭માં લોગેસ્ટ ગરબા ચેઈનનો વર્લ્ડ રેકોર્ડ કરી ઈન્ડીયા બુકમાં સ્થાન મેળવ્યું હતુ અને આ વર્ષે પણ આવું જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સીસીટીવી કેમેરા અને સ્વયં સેવકોની ફોઝ મેદાનમાં તૈનાત રહેશે. આયોજન સમિતિ દ્વારા વિશાળ પાર્કિંગ રાખવામાં આવ્યું છે જેથી કોઈ અગવડતા ન રહે.

વેસ્ટઝોનના રાસ મહોત્સવના પાસ મેળવવા માટે ખોડલધામ ટ્રસ્ટ શીવાલય કોમ્પ્લેક્ષ, રાજબેંકની બાજુમાં જીથરીયા હનુમાનની સામે મવડી ચોકડી, ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ખોડલધામ વેસ્ટ ઝોન, સમિતિના જીતુભાઈ સોરઠીયા, જયેશભાઈ સોરઠીયા, હસમુખભાઈ લુણાગરીયા, ધીરજભાઈ મુંગરા, મનસુખભાઈ વેકરીયા, અનિલભાઈ ઠુંમર, રમેશભાઈ કાછડીયા, રાજુભાઈ કોયાણી, વિનુભાઈ સોરઠીયા, સુરેશભાઈ વેકરીયા, રમેશભાઈ સોરઠીયા, સંજયભાઈ સાકરીયા, જયેશભાઈ મેઘાણી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.