Abtak Media Google News

ડો.બબીતા હપાણી, દિલિપભાઈ ડેલીવાળા સહિતનાઓએ કરાઓકે પર ફિલ્મીગીત રજૂ કર્યા

Vlcsnap 2018 07 23 09H31M05S10

Advertisement

રાજકોટમાં મવડી પ્લોટ નાના મવા રોડ ડોકટર્સ એસોસીએશન દ્વારા ગઈકાલ રાત્રે એક મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતુ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાયેલા આ મ્યુઝીકલ નાઈટની બહોળી સંખ્યામાં લોકોએ આનંદ માણ્યો હતો. આ મ્યુઝીકલ નાઈટમાં દિલીપભાઈ ડેલીવાળા, ડો.બબીતા હપાણી સહિતના ગાયકોએ કરાઓકે પણ ફિલ્મી ગીતો રજૂ કર્યા હતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન ફિઝીસીયન અને કાડયોલોજીસ્ટ ડો.અમિત હપાણી એ જણાવ્યું કે ૨૫ વર્ષથી રાજકોટ ખાતે પ્રેકટીસ કરીરહ્યો છું અને આજે અમે લોકો ભેગા થયા છીએ. નાનામવા મવડી પ્લોટ ડોકટર એસોસીએન છે. તેનાઉપક્રમે એક મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. અને મારી પ્રગતિ હોસ્પિટલ આમા સહભાગી થઈ છે. આ મ્યુઝીકલ નાઈટ રાખવાનું કારણ એક જ છે. કે તબીબ જે છે.

સમગ્ર સમયે પેશન્ટસમાં રચ્યો પચ્યો રહેતો હોય છે. સવારથી સાંજ પેશન્ટસની સારવારમાં અને તેની દેખરેખમા સેવામાં સમય જતો રહેતો હોય છે. ડોકટરની સાથેસાથે તેનો પરિવાર પણ આ ભોગ આપતો હોય છે. એના પારિવારીક સમય જેવું રહેતુ નથી તો અમે લોકોએ વિચાર્યું કે એક એવો કાર્યક્રમ કરીએ કે ડોકટસ અને પરિવાર સાથે માણી શકે અને જીવનની અમુક ક્ષણે તે આરામથી રિલેકક્ષ થઈને સમાજ વચ્ચે અને પરિવાર સાથે માણી શકે.

તેથી આ મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક નવીન પધ્ધતિથી નાઈટ છે કે જેમાં કરાઓકે સીગીંગ કે જે અત્યારે પ્રચલીત છે. જેમાં ઓડિયો, વિઝયુલ એટલે જે સિંગર જે ગીત ગાતો હોય છે.ગીતના વિઝયુલ પાછળ સ્ક્રીન ઉપર દેખાતા હોય . એટલે જે જોનાર વર્ગ છે.Vlcsnap 2018 07 23 09H30M09S236

તેને અત્યંત આનંદ આવે અને જૂના ગીતોમાં ખાસ કરીને જૂના ગીતો વાગોળવાનો આ એક સરસ માધ્યમ છે. નાનામવા મવડી પ્લોટ એસોસીએશનના પ્રમુખ ડો. ભરત વેકરીયા એમના મંત્રી મોહિતભાઈ પાંભર, ડો. મહેશ શિંગાળાની ટીમ દ્વારા ઘણી મહેનત કરી છે.અને અમારી પ્રગતિ હોસ્પિટલની ટીમ પણ તેમાં ખડે પગે સાથ આપીને આ પ્રોગ્રામને તબીબો માણી શકે અને યાદગાર બની રહે તેવી અમે તમામ કોશિષો કરી છે.Vlcsnap 2018 07 23 09H30M16S43

અબતક સાથેની વાતચીત દરમિયાન ડો. ભરત વેકરીયાએ જણાવ્યું કે હું રાજકોટમાં છેલ્લા ૨૮ વર્ષથી જનરલ પ્રેકટીસ ક‚ છું અમા‚ મવડી પ્લોટ નાનામવા રોડ ડોકટર એસો. ૨૦॥ કાર્યરત છે. ૨૦॥ થી અત્યાર સુધીમાં અમે આવા ધણા બધા પારિવારીક કાર્યક્રમો કરેલા છે.

એના ભાગ‚પે ડોકટરોને પોતાના વ્યવસાયમાંથી સ્ટ્રેસ ઓછો થાય અને પરિવાર સાથે આવી મ્યુઝીકલ નાઈટ માણો એટલા માટે પ્રગતિ મલ્ટિ સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી આજે આ મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મ્યુઝિકલ નાઈટની વિશિષ્ટતા એ છેકે એમાં સ્ક્રીન ઉપર જે ગીત ડિસપ્લે થતુ હોય એજ ગીત સીંગર પોતે ગાતો હોય આવા કાર્યક્રમો બહુ જુજ થાય છે. દિલ્હીમાં થાય છે.

અને કદાચ રાજકોટમાં પ્રથમ વખત થાય છે. કદાચ એકાદી વખત થઈ ગયા હોય તો ખ્યાલ નથી રાજકોટમાં પ્રથમ વખત અને આ પારિવારીક કાર્યક્રમ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી આખી ટીમ દિવસરાત એક કરેલો છે. અને અમને પ્રગતિ હોસ્પિટલનો આર્થિક તેમજ શારીરીક માનસીક બધો જ સહયોગ મળેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.