Abtak Media Google News

Vlcsnap 2018 07 23 10H29M10S48

Advertisement

રાજકોટમાં ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ અને ગ્લોબલ ટ્રસ્ટ તથા સામાજીક વનીકરણ વિભાગના સંયુકત ઉપક્રમે ઈન્દીરા સર્કલ યુનિ.રોડ ખાતે તા.૨૨ જૂનથી દસ દિવસ સુધી રોપા વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને ટોકન દરે દરેક પ્રકારનાં રોપા આપવામાંવશે. આ કેન્દ્રનું ઓપનીંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીના હસ્તે દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યુંતુ તેમજ આ કેન્દ્રમાં મેયર બીનાબેન આચાર્ય સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અંજલીબેન રૂપાણીએ લોકોને રોપા આપ્યા હતા.

આ વિશે અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતુ કે છેલ્લા ૫-૭ વર્ષથી ગ્રીનફિલ્ડ ટ્રસ્ટ આ રોપા વિતરણનો કાર્યક્રમ કરે છે. અને તેનાથી રાજકોટના નગરજનોમાં વૃક્ષ પ્રેમ વધુને વધુ થાય છે તે માટે ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટના વિજયભાઈ પાડલીયા અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન કે તેમણે આ પ્રવૃત્તિ શરૂ કરી છે. લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ આ સંસ્થા કરે છે અને તેખૂબજ આવકાર દાયક છે. અને દરેક માણસને એક વૃક્ષ તો વાવવું જ જોઈએ અને આપણા ધર્મમાં કહેવામાં આવ્યું છે કે પોત પોતાની રાશી પ્રમાણે જો વૃક્ષો વાવવામાં આવે તો તે ખૂબ લાભદાયક હોય છે અને તે વૃક્ષની પૂજા કરે તથા તે પણ ખૂબ સાથ‚ હોય છે.તો દરેક વ્યકિતએ એક વૃક્ષ તો વાવવું જ જોઈએ અને તેની સંભાળ લેવી જોઈએ.

તેમજ ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટના વિજયભાઈ પડાલીયાએ જણાવ્યું હતુ કે અમે ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ઔષધિરોપાનું વિતરણ કરીએ છીએ અને ઔષધિમાં આ‚ષી જેવા ૧૦૦ પ્રકારનાં રોપાનું ટોકન દરે વિતરણ કરીએ છીએ અને લોકો ઝાડ વાવી સારસંભાળ કરે અને પર્યાવરણ વિશે જાગૃત થાય તે હેતુથી અમે આ ૧૫ વર્ષથી અમે આ કાર્ય કરીએ છીએ. અને દર વર્ષ અમે ટોકન દરે ૪૦,૦૦૦થી પણ વધારે રોપાનું વિતરણ કરીએ છીએ અને આ કેન્દ્રનું આજે અમે ઓપનીંગ કર્યું છે. અને અમે અહી ૧૦ દિવસ બેસવાના છીએ અને રાજકોટની જનતા આનો પૂરેપૂરો લાભ લ્યે તેવી મારી વિનંતી છે. અને ઔષધીમાં આંબળા, હરડે, નગોળ, આ‚ષી, વિક્રો વગેરે ૧૦૦ જેવા રોપા છે. અને અહી ઝાડ અને ઔષધીઓને ઉપયોગ પણ સમજાવીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.