Abtak Media Google News

ડોકટર્સ ડે નિમિતે શહેરનાં યુરોલોજીસ્ટ ડો. જીતેન્દ્ર અંબલાણીએ જણાવ્યું હતુ કે ૧લી જુલાઈ નેશનલ ડોકડર્સ ડે નિતિ હું બસ એટલું જ કહીશ કે સૌ મારા ડોકટર મિત્રોએ ખાસ કરીને પોતાની હકો કરતા દર્દીઓ પ્રત્યેની જે ફરજ છે. તેના પ્રત્યે સભાનતા વધાવાની છે અને આજના સમયમાં જે ડોકટર અને દર્દીઓનાં સંબંધમાં જે તિરાડ પડી છે. તે દૂર કરવાની ડોકટર દર્દીઓને ખાસ જરૂર છે. ડોકટર તરીકે આપણે સહાનુભુતિ રાખીશુ તો આપણા સંબંધો ખૂબજ સારાને સારા કેળવીશું. આટલા વર્ષના કરીયરમાં આમ ઘણા અનુભવો થયા છે. પરંતુ એક કિસ્સો એવો પણ છે. જેમાં ૧૦ વર્ષ પહેલા ઈરાકથી એક અભણ માતા તેના છ મહિનાના બાળકને ઘણા બધા દેશોનાં તબીબો પાસે સારવાર કરાવી પરંતુ ત્યાંના એનજીઓનાં પ્રયત્નોથી તેમણે ભારતમાં બોલાવી રાજકોટમાં તેની સારવાર કરવાનો છે. મોકો મળ્યો અને એ વખતે એ બળા માતાએ જે પોતાની લાગણી વ્યકત કરી હતી એ ખરેખર એ કિસ્સો એક ભારત દેશ માટે ઉદાહરણ રૂપ બની રહ્યો છે.

ડોકટરો પોતાનાથી બનતુ કરવા પ્રયત્ન કરે છે. અને એ કામ માટે દર્દી અને તેમના સંબંધી ડોકયરોને મદદરૂપથાયતો તેમને ફાયદો જ થવાનો છે. અબતક સાથેની વાતચીતમા રીના મહેન્દ્રભાઈ કદાવળા નામની બાળ દર્દીના સરકારી શાળા નં. ૮૯બીના આચાર્ય વિશાલભાઈ રૂડકીયાએ જણાવ્યું હતુ કે રીનાને ઢીંગણા પણુ હોવાથી એ તેના માતા પિતા પણ હયાત ન હોવાથી તેમની સારવાર માટે શાળાના સ્ટાફે બીડુ ઉઠાવ્યું ત્યારે સૌ પ્રથમ અમદાવાદ ખાતે સારવાર કર્યા બાદ શાળામાં આરોગ્ય કેમ્પમાં રીનાને પૂરતી સારવાર મળી રહ તેના પ્રયત્નો કરવામાં આવ્યા જેમાં રીનાને સૌ પ્રથમ અમદાવાદ ચેક અપ બાદ અમે મેડીકલ કોલેજ ડીન ડો.ગૌરવી ધ્રુવની મદદથી ડો. દેત્રોજા સાથે સંપર્ક કરી રીનાની તમામ તકલીફો અને દવા માટે રાજકોટમાંથી જ સુવિધા કરાવી આપી. જયારે રીના સાત વર્ષની હતી ત્યારે તેની ઉંચાઈ માત્ર ૨૪ ઈંચ હતી શાળાના સ્ટાફ અને તબીબોનાં પ્રયત્નોથી એક વર્ષમાં રીનાની ઉંચાઈ ૩૬ ઈચ જેટલી થઈ ચૂકી છે. અને હાલ રીના ધો.૩ માં અભ્યાસ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.