Abtak Media Google News

ઓટો, ઇલેક્ટ્રિોનિક્સ, ડિફેન્સ, હેલ્થકેયર, અને કોમ્યુનિકેશન જેવા સેક્ટરોમાં મેઇક ઇન ઇન્ડિયા નું અભિયાન છેડનાર આ સરકાર હવે એજ્યુકેશન જેવા સેક્ટરમાં પણ જાણે ભારતીયોને મેઇક ઇન ઇન્ડિયાનો નારો આપી રહી છે.   આમ તો આ ક્ધસેપ્ટ 2020 માં ચર્ચાયો હતો. જ્યારે કોવિડ-19 ના કારણે લોકડાઉન આવ્યું અને મહિનાઓ સુધી ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અટવાઇ ગયા અથવા તો ભારતમાંથી વિદેશ ન જઇ શકવાના કારણે ઓન લાઇન અભ્યાસ કરવો પડ્યો ત્યારે એક સંભાવના એ પણ ચર્ચા થઇ કે આ વિદેશી યુનિવર્સિટીઓ આપના વિદ્યાર્થીઓને ભારતમાં જ શિક્ષણ કેમ ન આપી શકે?

આ સંભાવના હવે હકિકત બનશે અને ભારતમાં આગામી દિવસોમાં ઓક્સફર્ડ, હારવર્ડ અને એમ.આઇ.ટી સહિતની ટોપ-500 યુનિવર્સિટીઓના કેમ્પસ જોવા મળશે. આ અંગે દેશના શૈક્ષણિક ધારાધોરણોમાં જે ફેરફાર જરૂરી છે તેનો ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છૈ અને યુજીસીએ તેના ઉપર મંતવ્યો મંગાવવાનું શરૂ પણ કરી દીધું છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ઓફ ઇન્ડિયા (યુજીસી) એ જાહેર જનતાનાં મંતવ્યો માટે રજૂ કેલા આ ડ્રાફ્ટમાં વર્ષ 2020 માં  નેશનલ એજ્યુકેશન પોલિસી જે ભલામણ કરવામાં આવી હતી તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.               આ ડ્રાફ્ટમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે ટોપ-500 યુનિવર્સિટીને જ ભારતમાં પોતાની બ્રાન્ચ ખોલવાની પરમિશન આપવામાં આવશે. મતલબ કે કોઇપણ યુનિવસિર્સિટીને જો ભારતમાં કેમ્પર શરૂ કરવું હશે તો તેની અરજીમાં ગ્લોબલ રેન્કિંગમાં તેનો કેટલામો ક્રમાંક છૈ તે જણાવવું પડશે. ત્યારબાદ જે યુનિવર્સીટી જે તે વિષય અને અભ્યાસક્રમમાં શ્રેષ્ઠ હશે તેની તેને ભારતમાં બ્રાન્ચ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે.

આ ઉપરાંત ભારતમાં શરૂ થનારી બ્રાન્ચનું શિક્ષણનું સ્તર તેના હેડક્વાટર ખાતે આવેલા કેમ્પસનાં શિક્ષણ જેવું જ રાખવું પડશૈ તથા વિદ્યાર્થીઓને અપાનારા સિર્ટિફિકેટ કે અવોર્ડની  પ્રોફેશ્નલ વેલ્યુ પણ મૂળ યુનિવર્સિટીની ડીગ્રી જેટલી જ ગણવાની રહેશે. આ સાથે જ યુજીસીએ જણાવ્યું છે કે જે તે યુનિવર્સિટીને ભારતીય બ્રાન્ચ માટે ફી નું માળખું નક્કી કરવાની પરવાનગી આપવામાં આવશે જો કે આ ફી નું માળખું એકદમ પારદર્શી અને વ્યાજબી રાખવાનું રહેશે. જેમાં જરૂરિયાત પ્રમાણે સ્કોલરશીપની પણ જોગવાઇ કરવામાં આવશૈ. અહીં સૌથી મોટો મુદ્દો એ છૈ કે જે તે શૈક્ષણિક સંસ્થાને કેમ્પસમાં પ્રત્યક્ષ શિક્ષણ જ આપવાનું રહેશૈ. ઓનલાઇન શિક્ષણની કોઇ જોગવાઇને માન્યતા નહી મળે.

કોઇપણ સંસ્થા યુજીસીની પરવાનગી બાદ ભારતમાં પોતાનું માળખું ઉભું કરવાની કામગીરી શરૂ કરી શકશે. અને બે વર્ષમાં આ સંસ્થાએ અભ્યાસ ક્રમ શરૂ કરવાનો રહેશે. યુજીસી દર નવ વર્ષ બાદ જે તે સંસ્થાની પરવાનગી ઉપર ફેરવિચાર કરીને તેને રિન્યુ કરશે. ડ્રાફ્ટમાં સાફ જણાવાયું છે કે કોઇપણ યુનિવર્સિટી ભારતનું રાષ્ટ્રહિત જોખમાય તેવું કોઇજ શિક્ષણ આપી નહીં શકે. વિદેશી સંસ્થાઓને ભારતમાં આવવા ઉત્સાહિત કરવા માટે તેમને તેમની કમાણી ફેમાનાં કાનુન હેઠળ રિઝર્વ બેંકની માર્ગદર્શિકા પ્રમાણે  તેમના વતન રાષ્ટ્રમાં લઇ જવાની પણ પરવાનગી આપવામાં આવશે.

સરકાર આ નવા માળખા દ્વારા જાણે એક કાંકરે સંખ્યાબંધ પક્ષીઓને નિશાન બનાવી રહી છે. આંકડા જોઇઐ તો ભારતમાંથી વિદેશમાં ભણવા જવા માટેના વિદ્યાથીઓનો પ્રવાહ સતત વધતો જ જાય છે. વર્ષ 2021 માં આશરે 4,44000 ભારતીય યુવાનો વિદેશોમાં અભ્યાસ માટે ગયા હતા. જયારે 2022 માં  નવેમ્બર મહિનાનાં અંત સુધીમાં જ 6,50,000 વિદ્યાથીઓ વિદેશ ગયા છૈ.

આ વિદ્યાર્થીઓ વિદેશ જવાનાં કારણે ભારતીય કરન્સી ને જે તે દેશની કરન્સીમાં ટ્રાન્સ્ફર કરવી પડે છે, વળી આ વિદ્યાથીર્થીને મળવા માટે તેમના પરિવાર જનો પણ વિદેશ જતા હોય છે. કોઇપણ વિદ્યાર્થી પોતાના વતનથી દૂર વિદેશમાં ભણે એટલે તેનો શૈક્ષણિક ઉપરાંત રહેવાનો ખર્ચ પણ વધી જતો હોય છે. 2022 નાં વર્ષની જ વાત કરીએ તો   10.30 કરોડ ભારતીયોઐ વિદેશ પ્રવાસ કર્યા છે જેમાંથી 1.60 કરોડ લોકો માત્ર વિઝીટ માટે ગયા છૈ જેમાનાં મોટાભાગનાં તેમનાં સંતાનોને મળવા માટે ગયા હોવાનું તારણ છે. ભારતમાંથી વિદેશ ભણવા જનારા વિદ્યાથીર્થીઓ બાદમાં ભારત પાછા આવતા ન હોવાની ફરિયાદ પણ સામાન્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે ભારતીય વિદ્યાર્થી વિશ્વની ટોચના ક્રમની યુનિવર્સિટીમાં એડમિશન મેળવીને ભણવા માટે જઇ શકે તેની બુધ્ધિક્ષમતા પણ વિશેષ હોય જ. આવી ક્ષમતા વાળો ભારતીય વિદેશ ભણવા જાય અને ત્યાં જ વસવાટ કરે તો તેની વિપરીત અર ભારતનાં વિકાસ ઉપર થવાની જ છે. આંકડા બોલે છૈ કે ભારતમાંથી સરેરાશ વાર્ષિક 25 લાખ લોકો વિદેશમાં વસવાટ માટે ચાલ્યા જાય છે. આ આંકડો વિશ્વનાં કોઇપણ દેશમાંથી બહાર જતા લોકોમાં સૌથી વધારે છે. હવે આ ઉચ્ચકક્ષાની સંસ્થાઓ જો તેમને ભારતમાં જ શિક્ષણ આપશે તો વિદ્યાથીર્થીઓને વિદેશ જવા પણું જ નહી રહે જેથી તેઓમાં વિદેશમાં વસવાટ કરવાની ઘેલછા પણ નહીં જાગે.  સ્વાભાવિક રીતે જ જો  વûન્દાવન  રૂડું હોય તો વૈકુંઠ શા માટે જવું..?!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.