Abtak Media Google News

મોસાળ માં જમણ અને મા પીરસનાર.. ની કહેવત અત્યારે ગુજરાત માટે અક્ષરસ બંધબેસતી બની ગઈ છે  ગુજરાતને ડબલ એન્જિન સરકારનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે, એવું પણ જરાય નથી કે ગુજરાતને કેન્દ્ર સરકારની સહાનુભૂતિનો લાભ અપાય છે ગુજરાતને વિકાસ માં સૌથી વધુ હિસ્સો મેળવવાનો પૂરેપૂરો હક છે ગુજરાતના ઉદ્યોગપતિઓ વ્યવસાયકારો ખેડૂતો થી લઈને રાજકીય-સામાજિક આગેવાનો ની બૌદ્ધિક સંપત્તિ નો સંપૂર્ણ દેશને લાભ મળી રહ્યો છે

આઝાદ ભારતની તવારીખ ના પ્રથમ દિવસથી જ જો ગુજરાતના નેતૃત્વનું લેખાજોખા કરીએ તો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે, નાનજી કાલિદાસ મહેતાથી લઈ કરવાથી ઉદ્યોગ જગતના ધીરુભાઈ અંબાણી સુધીના ગુજરાતીઓએ પોતાની કાર્યક્ષમતા દેશભક્તિ અને નેતૃત્વનું લાભ સમગ્ર દેશને આપ્યો છે, અત્યારે પણ કૃષિ ઉદ્યોગ, શિક્ષણ સામાજિક વિકાસના તમામ પરિમાણમાં ગુજરાત સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહ્યું છે, દેશના વિકાસ દરમાં મુખ્ય પરિમાણ ગણાતા ઉદ્યોગ અને કૃષિ ઉત્પાદનમાં ગુજરાતે કોરોના જેવી વૈશ્વિક મહામારી ની આપતી ને પણ અવસરમાં બદલી દીધું હોય તેમ ઔદ્યોગિક વિકાસ સ્થિરતા અને ઉત્પાદનના વધારા થી કૃષિ ક્ષેત્રે પણ દેશની વિકાસ કરીને મજબૂત બનાવી છે અને આયાત નુ ભારણ ઘટાડ્યું છે સરકારની યોજનાઓ નું અમલીકરણ હોય કે વિકાસ યોગદાન ગુજરાત હંમેશા નિષ્ઠાપૂર્વક અગ્રેસર રહ્યું છે ત્યારે ગુજરાત માટે ડબલ એન્જિન સરકાર વધુ શુકનવંતી બની રહે તે સ્વભાવિક છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.