Abtak Media Google News

સરકારે અગાઉ બહાર પાડેલા જાહેરનામા અનુસાર ભારતમાં 1 લી જુલાઇ-22 થી સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક નાં વપરાશ ઉપર પ્રતિબંધ લાગૂ પડાયો છૈ.શુધ્ધ ગુજરાતીમાં કહીઐ તો એક વાર વાપર્યા બાદ રિસાયકલ ન થઇ શકે અથવા તો તે ફેંકાયા બાદ ફરી ઉપાડી શકાય તેવી સ્થિતીમાં હોય તેવી પ્લાસ્ટિકની વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આમ  તો આ અંગેનું જાહેર નામુ 12 મી ઓગસ્ટ-2021 નાં રોજ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આવી વસ્તુઓનાં ઉત્પાદન, આયાત, સ્ટોક, વેચાણ, વિતરણ, તથા ઉપયોગ એમ તમામ પ્રકારની ગતિવિધીઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મતલબ કે હવે ઉપરોક્ત કોઇપણ ગતિવીધી સાથે સંકળાયેલા તમામને પાંચ વર્ષની જેલ અથવા એકલાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.સરકારનાં આ એક આદેશ સાથે અનેક સવાલો ઉભા થયા છે.  શું આ સાથે જ દેશમાં 60,000 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતી અને લાખો લોકોને સીધી તથા આડકતરી રોજગારી આપતી ઇન્ડસ્ટ્રીને તાળાં લાગી ગયાં છે?  શું એક ભારતીય નાગરિક સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક વિના જીવી શકે?શું સરકારી બાબુઓનાં હપ્તા સાથે ગેરકાયદે પાછલા દરવાજે આ કારોબાર ચાલતોરહેશે? દેશમાં ચાલતા લાખો કારખાનાઓને અપાયેલી કરોડો રૂપિયાનો લોન ફડચામાં જશે? શું દેશ માંથી રિટેલ સેક્ટર તથા એફ.એમ.સી.જી સેક્ટર ખતમ થઇ જશે? વગેરે વગેરે..!

દર વખતની જેમ આ વખતે પણ કોન્ફિડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ઐ સરકારને ભલામણ કરી છે. જેમાં ઇન્ડસ્ટ્રી હજુ આ પ્રતિબંધ માટે તૈયાર નહોવાનું જણાવવા ઉપરાંત પ્રતિબંધની તારીખ પાછી ઠેલવા, સરકારી અધિકારીઓ સાથેની એક કમિટી બનાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં વિકલ્પ શોધવા તથા રોજગારીનાં નવા રસ્તા ઉભા કરવા જેવા મુદ્દાઓનું લિસ્ટ બનાવાયું છે. આ એક એવું લિસ્ટ છે જેનો અમલ કરવામાં આવે  તો કદાચ આગામી એક દાયકા સુધી આ પ્રતિબંધ લાદી ન શકાય.સામાપક્ષે જાહેરનામાંનું અર્થઘટન કરનારાઓ કહે છે કે હાલમાં પ્રતિબંધીત કરાયેલી આઇટેમોમાં મલ્ટિલેયર પેકિંગનો સમાવેશ નથી. ભારતમાં હાલમાં વેફર  માંડીને વટાણા અને પુરીથી માંડીને શેમ્પુ અને પાનમસાલા જેવી મોટાભાગની વસ્તુઓ  મલ્ટિલેયર પેકિંગમાં મળે છે.પરંતુ સાથે જ સરકારે એ પણ કહ્યું છે કે આવા પેકિંગ મટિરિયલનાં ઉત્પાદકોઐ આ પ્રકારનાં પાઉચ વાપર્યા બાદ પાછા લેવા પડશૈ અને તેનું રિસાયકલીંગ કરવાની જવાબદારી પણ ઉઠાવવી પડશે. 2022-23 માં કંપનીઓઐ 70 ટકા રિસાયકલિંગ તથા 2026-27 સુધીમાં ઇન્ડસ્ટ્રીઐ 100 ટકા રિસાયકલીંગની ક્ષમતા ઉભી કરવાનું લક્ષ્યાંક આપ્યું છૈ.હવે અહીં સૌથી મોટો સવાલ એ છૈ કે કોઇપણ કંપનીઐ કેટલા પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો તેનો જ રેકોર્ડ ઉપલબ્ધ નહોય તો લક્ષ્યાંકની ગણતરી કેવી રીતે કરવી? અહીં ઈઅઈંઝ નો દાવો તો એવો છે કે કુલ વપરાશનાં 98 ટકા સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ તો બહુરાષ્ટ્રિય કંપનીઓ, કોર્પોરેટ્સ, વેયરહાઉસિંગ કંપનીઓ, કે ઇ-કોમર્સકંપનીઓ કરતી હોય છૈ પણ દુકાનદારો ગ્રાહકોના સીધા સંપર્કમાં આવતા હોવાથી સૌ પહેલા છીંડે ચડે છે.આવી તો કંઇ કેટલીયે તકલીફો વેપારીઓએ સરકાર સમક્ષ રજૂ કરી છે.કહેવાય છે કે આ પ્રતિબંધથી કોકાકોલા, ડાબર, પેપ્સી જેવી કંપનીઓના વેચાણમાં 3000કરોડનો ઘટાડો થઇ શકે છે.સાથે જ વેપારીઓ એ પણ કબુલે છે કે પ્લાસ્ટિકનો વપરાશ પર્યાવરણ તથા માનવજાત માટે હાનિકારક છે પણ તેનો હાલ તુરંત વિકલ્પ નથી.

તો શું આ પ્રતિબંધનાં કાગળો દર વખતની જેમ અભેરાઇએ ચડાવી દેવાના છૈ?આમ તો 1999 ની સાલથી ભારતમાં આવા પ્લાસ્ટિકનાં વપરાશ ઉપર પ્રતિબંધ લાદવાનાં પ્રયાસો થયા છે. જેમાં સરકાર નાગરિકોમાં જાગૄતિ  લાવવા સિવાય વિશેષ સફળ થઇ શકી નહી.પરંતુ આ વખતે વડાપ્રધાન મોદી 2019 માં સ્વાતંત્ર્યદિને લાલ કિલ્લા ઉપરથી બોલ્યા હતા, ત્યારબાદ બે વર્ષ બાદ 2021 માં જાહેરનામુ બહાર પડાયું, એમાં પણ લોકોને એક વર્ષ સુધીનો સમય અપાયો . છતાંય જો તેનો અમલ કરવાનો ટાઇમ ન મળતો હોય તો જવાબદારી કોની? યાદ રહે કે હાલમાં વિશ્વમાં 68 જેટલા દેશોમાં વિવિધ પ્રકારનાં પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ છે.કેનેડાએ હાલમાં જ જાહેરાત કરીને ડિસેમ્બર-22 થી આવો પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી દીધી છે.  શું કેનેડાની ઇન્ડસ્ટ્રી બંધ નહીં થાય? ત્યાં સરકારને આ પ્રતિબંધ પાછો લેવો પડશે? બાંગ્લાદેશે 2022પ્રતિબંધ મુકેલો છે. ન્યુઝિલેન્ડે 2019થી મુકેલો છે.આ યાદીમાં ચીન, યુરોપ તથા અમેરિકાનો પણ સમાવેશ છૈ.આ બધા દેશોનાં ઉદાહરણો લઇને આ વખતે સરકારે પ્લાસિટકના વપરાશ ઉપર તબક્કાવાર પ્રતિબંધ વધારવાની રણનીતિ બનાવી છે. હાલમાં પ્લાસ્ટિકની મિનરલ વોટરની તથા કોલ્ડડ્રિંક્સની બોટલ ઉપર પ્રતિબંધ લાગ્યો નથી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર રાષ્ટ્રિય તેમ જ રાજ્ય સ્તરે કંટ્રોલરૂમ ઉભા કરવાની છે. જે આંકડાકીય માહીતી રાખીને અમલને તબક્કાવાર મજબુત બનાવશૈ. અહીં સૌથી મોટું પગલું ઐ ભરાયું છે કે પ્રતિબંધીત પ્લાસ્ટિકનાં ઉત્પાદકોને પેટ્રોકેમિકલ કંપનીઓ રો-મટિરીયલ સપ્લાય જ નહીં કરે. 75 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિકની થેલી, ઇયરબડ, કુલ્ફી, આઇસક્રીમ, સ્ટ્રો, પ્લાસ્ટિકનાં ઝંડા, થર્મોકોલ, જમવા માટેની પ્લાસ્ટિકની ડીશ, કપ, ચમચી, મિઠાઇનાં બોક્સ ઉપર લગાવાતી પ્લાસ્ટિકની ફોઇલ, સિગારેટનાં પેકેટ તથા પ્લાસ્ટિકનાં આમંત્રણ કાર્ડ જેવી  વસ્તુઓ પર હાલમાં પ્રતિબંધ લગાવાયો છે.

2017 ની સાલમાં ભારતમાં વપરાયેલા કુલ પ્લાસ્ટિકનો 50 ટકા હિસ્સો સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકનો હતો. ભારતમાં દર વર્ષે હાલમાં લગભગ 350 લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટ થાય છે. દર વષેભારતમાં માથા દિઠ ત્રણ કિલો પ્લાસ્ટિકનો કચરો નીકળે છે.આવા સંજોગોમાં વૈશ્વિક બજારમાં પણ ભારત ને પર્યાવરણનાં મુદ્દે પ્રતિબધ્ધતા વ્યક્ત કરવાની હોય છે. કુલ 175 દેશોનાં સમુહમાં સૌએ સાથે મળીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી હવે આમાં પગલા લીધા વિના ચાલે તેમ નથી. હાલમાં  તો પ્રતિબંધીત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર પાસી 5000 રૂપિયા વસુલ કરવાનું નક્કી થયું છે  પરંતુ આગળ જતાં આ દંડ વધવાનો છે તે પણનક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.