રાષ્ટ્રીય કામધેનુ આયોગના અઘ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભ કથીરિયાનો  જન્મદિન

‘સેવા પરમો ધર્મ’ અને ‘ગૌસેવા દ્વારા રાષ્ટ્ર સેવા’ના મંત્રને જીવનમાં આત્મસાત કરી સમગ્ર ગુજરાતમાં ગૌચેતના જગાવી ગૌ સંસ્કૃતિના પુન:સ્થાપન માટે રાત-દિવસ પરિશ્રમ કરતા હાલ રાષ્ટ્રીય કામધેનુ આયોગના અઘ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયાના વ્યકિતગત જીવનમાં માનવસેવાને પ્રાધાન્ય આપી ૧રપ વાર સ્વયં રકતદાન કરી યુવા વર્ગને જોડી જનચેતનાનું અભૂતપૂર્વ ઉદાહરણ પુરુ પાડયું છે. તબીબી વ્યવસાયની સો સમાજ સેવા ને જીવનનું અંગ બનાવનાર ડો. કથીરિયાનો આજે જન્મ દિવસ છે.

જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં ૩૦ નવેમ્બર ૧૯૫૪ ના રોજ સામાન્ય ખેડુત પરિવારમાં જન્મેલા ડો. કથીરિયા સંઘર્ષ કરી સ્વબળ અને બુઘ્ધિ પ્રતિભાના આધારે હંમેશા અવ્વલ નંબરે ઉર્તિણ થઇ, જુના એસ.એસ.સી. બોર્ડમાં સેન્ટ્રલ ફસ્ટ રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ. અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજમાંથી એમ. બી. બી. એસ. અને એમ. એસ. ની. (સર્જરી) ડીગ્રી મેળવી કેન્સર સર્જરીના નિષ્ણાંત તરીકે રાજકોટમા પ્રમાણિક, ઉમદા અને કર્મયોગી સર્જન તરીકે ખ્યાતિ મેળવી તેમની શ્રેયસ હોસ્પિટલ અને ક્રીટીકલ કેર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ શ્રેષ્ઠ સેવા માટે લોકપ્રિય છે. રાજનીતિમાં હોવા છતાં પણ દરીદ્રનારાયણની સેવા માટે ગંભીર અને જોખમી ઓપરેશન કરીને પણ અનેક દર્દીઓના જાન બચાવવામાં ડો. કથીરિયા યશસ્વી અને સફળ રહ્યા છે.

ડો. વલ્લભભાઇ કથીરિયા રાજકોટ લોકસભાની બેઠક પરથી ચાર-ચાર વખત ચુંટાઇને તેમની લોકપ્રિયતા પુરવાર કરી ચૂકયા છે. ૧રમી લોકસભામાં ૩,૫૪,૯૧૬ મતથી દેશભરમાં સૌથી વધારે લીડથી ચૂંટાવાનો વિક્રમ ધરાવે છે.

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ કથીરિયાની ગુજરાતની ગૌસેવા અને ગૌચર વિકાસ બોડર્ર્ની કામગીરીથી પ્રભાવિત થઇને સમગ્ર દેશમાં ગૌસેવાની પ્રવૃતિનો વ્યાપ વધે છે. તે માટે નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય કામધેનું આયોગ બનાવી અલગ બજેટ ફાળવી રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન પદે ડો. કથીરિયાને નિયુકત કર્યા છે. આજે સમગ્ર દેશમાં ગુજરાત ગૌસેવા મોડેલ પ્રસ્થાપિત થાય તે માટે ડો. કથીરિયા ગૌ ઉપાસના, ગૌરક્ષા, ગૌસંવર્ધન  અને ગૌ આધારીત કૃષિ, આરોગ્ય, પર્યાવરણ અને ગ્રામ્ય વિકાસ દ્વારા સ્વાવલંબી અને સંસ્કારી સમાજ રચનામાં અબાલ વૃઘ્ધ અને ગરીબથી તવંગર સુધી સૌ કોઇ ગાયની સમજ કેળવે તે અર્થે સતત કાર્યરત રહી આમુલ પરિવર્તન માટે આજે સમગ્ર દેશમાં ગૌસેવાનું વાતાવરણ નિર્માણ પામે તે માટે અનેક રાજયોનો પ્રવાસ કરી માર્ગદર્શન આપી રહ્યા છે. ડો.કથીરિયો જન્મદિને સ્નેહી સંબંધી, મિત્ર તબીબી વર્તુળ, ભાજપા અને સંઘ પરિવાર તેમજ વિશાળ શુભેચ્છક સમુદાય તરફથી ડો. કથીરિયાનો મો. નં. ૯૦૯૯૩ ૭૭૫૭૭ ઉપર શુભકામઓ મળી રહી છે.