Abtak Media Google News

કાલાવડ રોડ-યુનિ. રોડ ડોકટર એસો.ના પ્રમુખ ડો.વેકરીયા દ્વારા

રાજકોટ કાલાવડ રોડ-યુનિવર્સિટી રોડ, ડોકટર એસોસિએશન દ્વારા રાજકોટનું ગૌરવ વધારનાર ડો.અમિત હપાણી અને ડો.અતુલ પંડયાનું પ્રમુખ ડો.એમ.વી.વેકરીયા અને ચેરમેન ડો.સંજય દેસાઈ દ્વારા તાજેતરમાં એસોસિએશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં શિલ્ડ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

રાજકોટનું ગૌરવ વધારવા ડો.અમિત ડપાણી વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગુજરાત આઈ.એમ.એ.ના ઉપપ્રમુખ તરીકે બીનહરીફ ચૂંટાયા છે. જયારે ડો.અતુલ પંડયા વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઓલ ઈન્ડિયા આઈ.એમ.એ.ના ઉપપ્રમુખ તરીકે જંગી બહુમતીથી ચૂંટાયા છે. રાજકોટ મેડીકલ એસોસિએશનના ઈતિહાસમાં આવું સૌપ્રથમવાર બન્યું છે. આ બંને ડોકટરોને ડોકટર એસોસિએશન દ્વારા ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવેલ છે.

આ અભિવાદન પ્રસંગે ડો.એમ.વી.વેકરીયા દ્વારા ઠાકર હોલમાં સી.એમ.ઈ.નું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટની જીનેસીસ હોસ્પિટલનાં જાણીતા ડો.જયંત મહેતાએ સેપ્ટીસેમીયા ઉપર લેટેસ્ટ સારવાર અને સેપ્ટીસેમીયા મેનેજમેન્ટ વિશે ખૂબ જ ઉપયોગી જાણકારી આપી હતી તે બદલ એસોસિએશનના પ્રમુખ ડો.એમ.વી.વેકરીયા અને ચેરમેન ડો.સંજય દેસાઈ દ્વારા તેમનું પણ શિલ્ડ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.