Abtak Media Google News

ડો.રવિ ત્રિવેદી હોંગકોંગ સમુદ્રમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બાંધવામાં શ્રેષ્ઠ એન્જીનીયર તરીકે એવોર્ડ વિજેતા

બ્રાહ્મણકુળમાં જન્મેલા અને જેના રોમે રોમમાં બ્રહ્મતત્વ છલકાઇ રહેલ છે એવા ડો.રવિભાઇ ત્રિવેદી કે જેણે દુનિયાભરના ત્રણસોથી પણ વધુ એરપોર્ટના સલાહકાર તરીકે સેવા આપી છે. ઉપરાંત હોંગકોંગના દરિયા પરના વિશ્વ પ્રસિદ્ધ ફ્લોટીંગ એરપોર્ટના બાંધકામમાં મહત્વનું યોગદાન આપી, કેનેડા સ્થિત ગુજરાતી એન્જીનીયર અને હાલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની આગેવાની નીચે ચાલી રહેલ એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ સાથે શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહેલ અને અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા ધ કમિશન ઓફ ઇન્ટરનેશનલ એન્ડ ટ્રાન્સરીઝીઓનલ એક્રેડીશન – સીટા ( સીઆઈટીએ ) કે જે હવે એડવાન્સ (એડવાન્સ ઈડી) નામે પ્રખ્યાત છે તેના પ્રતિનિધિ એવા ડો. રવિભાઇ ત્રિવેદીનું તથા તેના પુત્ર કે જેઓ કેનેડાની એડીસ ઇન્ટરનેશનલ કંપનીમાં અગ્રગણ્ય વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપીરહેલ છે એ ચિરાગભાઇ ત્રિવેદીનું પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ તથા પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામીએ શાલ ઓઢાડી, રક્ષા સુત્ર બાંધી, હાર પહેરાવી બહુમાન કર્યું હતું.

Advertisement

ડો.રવિભાઇ ત્રિવેદીએ કેનેડા સરકાર તરફથી અસાધારણ સેવા બદલ સુવર્ણ ચંદ્રક એનાયક કરવામાં આવેલ. અમેરિકાની રેગન સરકાર સમયે ફેડરલ એવિએશન એસોસિયેશનમાં સ્ટિયરીંગ બોર્ડમાં પ્રથમ નોન અમેરિકન તરીકે નિમણૂંક પામવાનું શ્રેય પણ રવિભાઇને મળેલ છે. કેનેડાના એરપોર્ટ સહિત દુનિયાના બેહરીન, સિએટલ, ડેનવર, કેન્સાસ, મેડ્રિડ, મ્યુનિચ, જેવા સંખ્યાબંધ એરપોર્ટમાં એડવાઇઝર તરીકે રવિભાઇ રહી ચુક્યા છે.Dr. Ravibhai Trivedi2

તેઓશ્રીએ હોંગકોંગના દરિયા પર ૩૬૦૦ હેક્ટરનું વિશાળ એરપોર્ટ તૈયાર કરી, તેમાં કશું જ દેખાતું ન હોય તેવી પરિસ્થિતિમાં-ધુમ્મસ ભરેલા વાતાવરણમાં પાયલોટ વિમાનનું ઉતરાણ કરી શકે એવી ઓટોમેટેડ વિઝ્યુઅલ ગાઇડન્સ એન્ડ ક્ધટ્રોલ સિસ્ટમ સ્થાપવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

આનંદની વાત તો એ છે કે એસજીવીપી ગુરુકુલ વિદ્યાલયને સીટા સાથે જોડી ઇન્ટર્નેશનલ કક્ષામાં સ્થાન આપવામાં રવિભાઇ ત્રિવેદીનો અમૂલ્ય ફાળો રહેલ છે. તેઓ હાલ એસજીવીપી ઇન્ટરનેશનલ રિલેકશન ડાઇરેક્ટર છે. તેમના પુત્ર ચિરાગ ત્રિવેદી પણ પોતાના પિતાને પગલે ચાલી રહેલ છે. કે જેઓ એડીસ ઇન્ટરનેશનલ કંપનીમાં અગ્રગણ્ય વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહેલ છે. આધુનિક ટેક્નોલોજી ટેલિકોમ્યુનીકેશનથી માંડીને આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ માટેના સાધનો મેન્યુફેકચરીંગથી માંડીને ગ્રાહક ઉપયોગી સુધીની જવાબદારી સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.