ધર્મના નામે ધતીંગ: સરકાર પાસેી પાણીના ભાવે જમીન પડાવી ચલાવાતી લૂંટ

baba ramdev | government
baba ramdev | government

સરકાર દ્વારા બની બેઠેલા બાબાઓને પાણીના ભાવે અપાતી જમીન પર કરોડોનો વેપલો નાગપુરમાં પતંજલિને ૭૫ ટકા ડિસ્કાઉન્ટે ફાળવાયેલી જમીન ઉપર ઉઠયા સવાલો

દેશમાં અનેક સ્ળોએ ધર્મના નામે ધતીંગ થતા હોવાની વાત જગજાહેર છે. યેનકેન પ્રકારે પોતાના અનુયાયીઓના માધ્યમી બિઝનેશમેન બની બેઠેલા બાબાઓ સરકાર પાસેી પાણીના ભાવે જમીન પડાવે છે અને આ જમીન પર કરોડો રૂપિયાનો વેપલો કરતા જોવા મળે છે. આવું દેશના અનેક સ્થળે બને છે. સરકાર પણ આવા બાબાઓને નાખુશ કરવા માંગતી નથી અને મોંઘા ભાવની જમીન સસ્તાદરે આપે છે. સરકારે સસ્તા દરે મોંઘી જમીન આપી હોવાનો એક ખુલાસો આરટીઆઈમાં થયો છે. મહારાષ્ટ્ર સરકારે નાગપુરમાં બાબા રામદેવની પતંજલી આયુર્વેદ લીમીટેડને ૭૫ ટકાના ડિસ્કાઉન્ટે જમીન આપી હોવાનો ઘટસ્ફોટ યો છે.

અલબત આ જમીનની ફાળવણી પારદર્શક વહીવટ ઓપન હરરાજી દ્વારા થઈ હોવાનો બચાવ મુખ્યમંત્રી ફડણવીસ કરી રહ્યાં છે. આ જમીનના ભાવ કઈ રીતે નકકી કરવામાં આવ્યા તે અંગે એક વરિષ્ઠ અધિકારીએ સવાલો પણ ઉઠાવ્યા છે. મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનનું સંચાલન મુખ્યમંત્રી ફડણવીસ દ્વારા થાય છે. આ સંસએ જ સંપાદનની મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. આ સંપાદન ઉપર સવાલ ઉઠાવનાર વિજય કુમાર નામના અધિકારીની બદલી થઈ ગઈ છે અને આ બદલી પાછળ ‚ટીન પ્રોસેસ હોવાનો બચાવ થયો છે.

વર્ષ ૨૦૧૬ના ઓગષ્ટ માસમાં પતંજલી આયુર્વેદને ૨૩૦ એકર જમીન રૂ.૫૮.૬૩ કરોડ લઈ ૬૬ વર્ષની લીઝ ઉપર અપાઈ હતી. આ સમગ્ર પ્રક્રિયામાં હરરાજી થઈ હતી. જે પારદર્શક હતી તેવું સરકારનું કહેવું છે. આ મુદ્દો એક તરફ લઈએ તો દેશમાં અનેક સ્થળોએ સરકારે સસ્તા ભાવે બની બેઠેલા બાબાઓની કિંમતી જમીન ફાળવી હોવાના ઉદાહરણ છે. આવા કિસ્સાઓ સામે અવાજ ઉઠાવનારનો અવાજ દબાવી દેવામાં આવતો હોય છે અનેક ધાર્મિક સ્થળોને રીતસરનો કોર્પોરેટ અવતાર આપવામાં આવ્યો છે. દરેક વસ્તુ માટે દાનના નામે નાણા ઉઘરાવાય છે. સરકાર પણ આવી બાબતો સામે આંખ આડા કાન કરે છે.