Abtak Media Google News

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન અને મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટના ઉપક્રમે ચાલી રહેલ વિશ્વ રેકોડૃ સમાન ચિત્રનગરી પ્રોજેકટની નોંધ આજે દેશ  વિદેશમાં પ્રસરી ચુકી છે. અગીયાર હજાર વોલ પેન્ટીંગના માઇલસ્ટોન તરફ આગળ વધી રહેલ આ પ્રોજેકટમાં આશરે બારસો કલાકારો છેલ્લા ત્રણ વર્ષથી નિસ્વાર્થ ભાવે પોતાની કલા રાજકોટની વિવિધ દિવાલો ઉપર બતાવી ચૂકેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ, વિજયભાઇ ‚પાણી ઉપરાંત ફિલ્મ અને ટી.વી સીરીયલના કલાકારો અને અસંખ્ય સેલીબિટ્રીઓએ ચિત્ર નગરની નોંધ લઇ અભિનંદન આપેલ છે. વડાપ્રધાનના રાજકોટની મુલાકાતના રોડ શો દરમ્યાન આજી ડેમ ખાતેના ચિત્રોની નોંધ લઇ ટવીટર ઉપર પણ મુકેલ છે.

સાધુ વાસવાણી રોડ ઉપર ચિત્ર નગરીના કલાકાર કેયુર વાળાએ બનાવેલ અમિતાભ બચ્ચન, લતા મંગેશકર અને સચિન તેડુંલકરના ચિત્રની નોધ ખુદ આ ત્રણે મકાન કલાકારોએ લઇ ટીવીટર ઉપર ધુમ મચાવી હતી. ગ્રીન લેન્ડ ચોકડી અને આજી ડેમ ખાતેના ચિત્રો રાજકોટમાં પ્રવેશતા જ બહારગામથી પધારતા લોકોને મંત્રમુગ્ધ કરી દીયે છે.

ચિત્રનગરીનો આગામી પ્રોજેકટ એ.વી.પી.ટી. (ટાગોર ર્મા હેમી ગઢવી હોલની સામે ) ની આશરે એકસો જેટલી દિવલો ઉપર ચિત્ર નગરીના આશરે બસો જેટલા કલાકારો કાલે શનિવારના રોજ સાંજે ૫ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી એક ખાસ થીમ ઉપર આધારીત છે. જે મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીના સુચના ઉપર આધારીત છે. અગાઉ મહીલા કોલેજ અન્ડર બ્રીજ ખાતેના બાંધણી અને પટોળાની થીમ પણ કમિશ્નરની જ હતી. મહીલા કોલેજ અન્ડર બ્રીજ ખાતેના ચિત્ર નગરી પ્રોજેકટની નોંધ ફેસબુક ઉપર આશરે ચાર લાખ લોકોએ લીધી હતી.એ.વી.પી.ટી. ની દિવાલ ઉપરના ચિત્રો દેશના ઓગણત્રીસ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની થીમ ઉપર આધારીત છે.

આ તમામ રાજયોના ચિત્રો આ દિવાલો ઉપર રાજકોટની પ્રજાને જોવા મળશે. આ ઉપરાંત વર્લીના ચિત્રો પણ આ દિવાલો ઉપર બનાવવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.