Abtak Media Google News

એમાર પ્રોપર્ટીઝ સહિતની કંપનીઓ ભારતીય ભાગીદાર શોધી પ્રોજેકટ શરૂ કરવા તલપાપડ

ભારતના રીયલ એસ્ટેટ સેકટરમાં અનેક વિદેશી કંપનીઓને રોકાણ કરવામાં રસ જાગ્યો છે. તાજેતરમાં જ દુબઈની એમાર પ્રોપર્ટીઝે ભારતમાં નવા ભાગીદારની શોધ માટે નજર દોડાવી છે. એમાર પ્રોપર્ટીઝે ૧૧ વર્ષથી એક ભારતીય પેઢી સાથે ભાગીદારી ચાલુ રાખી હતી પરંતુ હવે નવા ભાગીદારની શોધમાં છે.

એમાર પ્રોપર્ટીઝની જેમ અન્ય ઘણી વિદેશી કંપનીઓને ભારતના રીયલ એસ્ટેટ સેકટરમાં રસ છે. ખાસ કરીને દુબઈની કંપનીઓ ભારતીય ભાગીદારો સાથે મળી રોકાણ કરવા ઈચ્છુક છે. એમાર પ્રોપર્ટીઝના આંકડા જોઈએ તો હાલ કંપની પાસે ભારતમાં ૬ હજાર એકર જમીન છે. જેના પર ૫૫ પ્રોજેકટનું કામ ચાલુ છે. ૬ હજાર એકરમાંથી ૭૦ ટકા જમીન દિલ્હીમાં છે. આ ઉપરાંત મોહાલી, લખનઉ, જયપુર, કોચી, મૈસુર, ચેન્નઈ અને બેંગ્લોરમાં પણ કંપની પાસે જમીન છે.

તાજેતરમાં જ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે એમજીએફ ડેવલોપમેન્ટ અને એમાર પ્રોપર્ટીઝ વચ્ચે છેડો ફાડવાની પરવાનગી આપ્યા બાદ હવે કંપની નવો ભાગીદાર શોધી રહી છે. કંપની ૨૮૧૯માં રૂ.૨૫ હજાર કરોડનું રોકાણ કરવા તત્પર છે. હાલ ચાલી રહેલા પ્રોજેકટને ઝડપથી પૂર્ણ કરવા કંપની કટીબધ્ધ જણાય રહી છે. ભારતીય રીયલ એસ્ટેટ સેકટર અન્ય વિકસીત દેશોની જેમ હરણફાળ ભરી રહ્યું હોય. દુબઈ સહિતના પ્રાંતોની કંપનીઓ ભારતમાં ફાયદો લેવા માટે તલપાપડ બની છે. સ્થાનિક કંપનીઓ સાથે મળી વિદેશની કંપનીઓએ કામગીરી કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.