Abtak Media Google News

કર્મચારીની ઘોર બેદરકારી સામે આવી

સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની ફરી એક વખત બેદરકારી સામે આવી છે જન્મ મરણના દાખલામાં માતાના નામ વગર જ બાળકનો જન્મ દર્શાવવામાં આવતા ચકચાર ફેલાયો છે અને આજે દાખલો કાઢી આપવામાં આવ્યો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે

ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આવેલા જન્મ મરણ વિભાગની શાખામાં બાળકના જન્મનો દાખલો કાઢવામાં આવ્યો પરંતુ તેમાં તેની માતાનું નામ લખવામાં આવ્યું નથી અને તેની બેદરકારી સામે આવી છે .એક તરફ જન્મનો દાખલો એક વખત નીકળી ગયા બાદ તે દાખલામાં સુધારો નથી થતો હોતો.ત્યારે રેહાન નામના બાળકનું જન્મ પ્રમાણ પત્ર નીકળ્યું પણ માતા કોણ તે પ્રમાણ પત્રમાં દેખાડવામાં  આવ્યું નથી.

માતા ના નામ દર્શાવ્યા વગરના જન્મના દાખલામાં સબ રિજીસ્ટર જન્મ મરણ શાખાના અધિકારીએ સહી કરી નાખી છે ત્યારે હવે આ દાખલો સુધરશે કે કેમ અને દાખલામાં માતાનું નામ દર્શાવવા છે કે કેમ તેની સામે સવાલ છે કારણ કે સામાન્ય રીતે એક વખત જન્મનો દાખલો નીકળ્યા બાદ તેમાં સુધારો નથી થતો હોતો અને તેમાં સુધારો કરવો હોય તો તેની લાંબી પ્રક્રિયા હોય છે કોર્ટમાં જવું પડે છે અને અખબાર પત્રોમાં જાહેરાતો આપવું પડે છે અને તેની પાછળ હજારો રૂપિયાનો ખર્ચો થતો હોય છે ત્યારે એક નગરપાલિકાના કર્મચારીઓની ભૂલના કારણે મુખ્ય અધિકારીની ભૂલના કારણે આ પરિવાર હાલમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.