Abtak Media Google News

અબતક

સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

શક્તિશુક્ર 1-2 બી.એચ. કે, એપાર્ટમેન્ટ નામની સ્કીમ જે દુધરેજ કેનાલ પાસે, દુધરેજ, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગરમાં બની રહેલ છે. અને આ મકાન તૈયાર કરી આશરે બે વર્ષમા કબજો સોંપવાની વાત કરેલ અને એક મકાન નેન્સી કુણાલ શાહના નામે મકાન ફ્લેટ નં.102 બુક કરાવેલ હતું. આ શક્તિ શુક્ર-1-2માં રાકેશ જે.મહેતા તથા સુરેશ જેે.મહેતા, સુરેશભાઇ લક્ષ્મણભાઇ ધાંધલપરા તથા મકવાણા ગજેન્દ્રસિંહ કાંતિલાલ, મકવાણા ચંદ્રસિંહ કાંતીલાલ, મકવાણા પૃથ્વીરાજ કાંતીલાલ, અશ્ર્વીનભાઇ રાવલ અલગ અલગ લોકોએ મકાન બુક કરાવેલા છે. અને અમુક રકમ ભરપાઈ કરેલ છે. છતા આજે ત્રણ વર્ષ જેટલો સમય પસાર થવા છતા મકાનનો કબજો આપવામાં આવેલ નથી અને મકાન તૈયાર પણ થયેલા નથી. અને લોકોએ લોન કરી મકાન ખરીદ કરેલ હોય સબસીડીની રકમ કરતા વધુ રકમ વ્યાજમાં જતી રહેલ છે. અને આ બિલ્ડર દ્વારા મકાનો હલકા પ્રકારના બનાવેલા છે. અને તેમાં સાત માળ બનાવેલ છે. અને કોઈ લીફટની સુવિધા કરેલ નથી. તેમજ કોઈ સ્ટ્રીટ લાઈટ તથા રોડ રસ્તા બનાવી આપેલ નથી, અને બુક કરાવતા સમયે જણાવવામાં આવેલ કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. ખાળ કુવા તથા ગટર પણ બનાવેલ નથી. અને સેમ્પલ હાઉસ બતાવેલ તે ટાઈપનું એક પણ મકાન બનાવેલ નથી. અને લોકો સાથે છેતરપીંડી કરેલ છે. અને અમુક લોકો દ્વારા મકાન કેન્સલ કરાવેલ તેને 2કમ પણ પરત ચુકવતા નથી. અને દાદાગીરી કરે છે. અને જે કોઈ પૈસાની માંગણી કરે તેને ધાક ધમકીઓ આપવામાં આવે છે. તેમ અરજદારોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.