Abtak Media Google News

૨૦૦૩-૦૪માં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં કુંબલેને પડતો મુકાતા ગાંગુલીએ અટકાવ્યો હતો, ત્યારબાદનું પ્રદર્શન બેમિશાલ રહ્યું હતું

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની દિર્ધ દ્રષ્ટીના પારખા અનેક વખત ક્રિકેટજગત કરી ચૂકયું છે. ગાંગુલીના વિઝનના પરિણામે ઘણા ક્રિકેટરોની કારકિર્દીની ગાડી પટરી પર ચડી ગઈ હતી. ગાંગુલીના કારણે જ કુંબલેની કેરીયરને ચાર ચાંદ લાગ્યા હતા. વર્ષ ૨૦૦૩-૦૪માં ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન અનિલ કુંબલેને પડતો મુકવાની તરફેણ પસંદગીકારો કરી રહ્યાં હતા. જો કે, ગાંગુલીને અનિલ કુંબલેના પ્રદર્શન પર અડગ વિશ્ર્વાસ હતો.

Advertisement

સૌરવ ગાંગુલી તે સમયે ભારતીય ક્રિકેટ ટીમમાં કુંબલેને સમાવવા માટે પસંદગીકારો સાથે બાથ ભીડી રહ્યો હતો. તેણે પસંદગીકારોને કહ્યું હતું કે, જો કુંબલેને સિલેકટ નહીં કરવામાં આવે તો હું સિલેકશન યાદી પર હસ્તાક્ષર કરીશ નહીં. કુંબલે અને ટીમનું પ્રદર્શન બગડશે તો સજા ભોગવવાની તૈયારી પણ સૌરવ ગાંગુલીએ દાખવી હતી. આ તમામ ખુલાસા સૌરવ ગાંગુલીએ મુંબઈ ખાતેની એક ઈવેન્ટ દરમિયાન કર્યા છે.

સૌરવ ગાંગુલીના ટેકાના કારણે કુંબલે એ ત્યારબાદ રેકોર્ડબ્રેક વિકેટો ઝડપી હતી. ૨૦૦૩-૦૪માં કુંબલેએ ૮૦ વિકેટો ખેડવી રેકોર્ડ સર્જયો હતો. ઓસ્ટ્રેલીયા સામેની સીરીઝ પણ અભૂતપૂર્વ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.