Abtak Media Google News

૨૦૩૦ સુધીમાં વિશ્ર્વભરમાંથી એઇડસને નાબુદ કરો: એચ.આઇ.વી. સાથે જીવતા લોકોને આરોગ્ય સેવાની શ્રેષ્ઠ સવલતો આપો: આ વર્ષનું લડત સુત્ર રાઇટ ટુ હેલ્થ

સમગ્ર વિશ્ર્વમાં પ્રથમવાર ૧૯૮૧માં એઇડસ જોવા મળ્યોને ભારતમાં ૧૯૮૬માં તેનું આગમન થયું છેલ્લા ૩૭ વર્ષથી વિશ્ર્વ એઇડસ નાબુદીની લડાઇ લડી રહ્યું છે. સમગ્ર વિશ્ર્વમાં ૧લી ડીસેમ્બરે વિશ્ર્વ એઇડસ દિવસની ઉજવણી થાય છે. દર વર્ષે અપાતા લડત સુત્રમાં આ વર્ષે રાઇટ ટુ હેલ્થ આરોગ્યનો અધિકારની વાત સાથે વિશ્ર્વભરમાં એઇડસનાં વાઇરીલ એચ.આઇ.વી. સાથે જીવતા લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પુરી પાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. હાલ વિશ્ર્વમાં ૩૬.૭ મીલીયન લોકો આ સાથે જીવતા લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા વાયરસ સામેની એન્ટ્રી રીટ્રો વાયરસ ટ્રીટમેંટ ડ્રગ્સ પુરી પાડી શકયા છે દરરોજ નવા પ હજાર વાહકોના ઉમેરાથી સમસ્યા જટીલ બની છે. સમાજનાં છેવાડાના માનવી સુધી આરોગ્યસાચી અને વૈજ્ઞાનિક માહીતી પુરી પાડવા કપરી કામગીરી સમગ્ર વિશ્ર્વની સાથે વિકસીત કે અવિકસિત દેશો કરી રહ્યા છે. જેના કારણે છેલ્લા ૩ દાયકાથી મેડીકલ સાયન્સ એઇડસની કોઇ ચોકકસ રસી કે દવા શોધી નથી શકયા.

Advertisement

ભારત જેવા દેશમાં જયા નિરક્ષરતાનું પ્રમાણ વધુ છે તેને કારણે તેના પ્રીવેન્શન અને કંટ્રોલની કામગીરી કપરી બની છે. તેની સાથે જીવતા લોકો જાગૃત થાય તો તેનો ચેપ બીજાને ન આપે તે જરુરી છે. વાયરસને કારણે રોગપ્રતિકારક શકિત ઓછી થવાથી ઇન્ફેકશન વધતી સમસ્યા છે. વાયરસના વાહકો ઝઝુમી રહ્યા છે.

આપણા દેશમાં સૌના પ્રયાસથી થતાં એઇડસ નિયંત્રણના કાર્યોથી હાલ ૦.૩૩ ટકા જેવો નજીવો ઘટાડો જોવા મળ્યો છે. માતા દ્વારા બાળકોને અપાતા ચેપમાં સારી સફળતા હાંસલ કરી છે. રાજકોટ જીલ્લામાં રપ હજારથી વધુ લોકો તો શહેરમાં દરરોજ ર નવા એચ.આઇ.વી. ઇન્ફેકશન જોવા મળી રહ્યા છે. તે સત્ય છે વિશ્ર્વમાં હાલ ૬૦ ટકા લોકોને એન્ટ્રી રીટ્રો વાયરલ દવા પુરી પાડી શકયા છે જેને આગામી વર્ષોમાં ૯૦ ટકા સુધી લઇ જવાની વાત છે. એન્ડ એઇડસ ૨૦૩૦  સંદભે આગામી ૩ હજાર દિવસોમાં તેને સંપૂર્ણ નાબુદ કરવા વિશ્ર્વે બીડું ઝડપ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં ભારત સહીત બધા દેશોમાં જનજાગૃતિ વધતા ટ્રીટમેન્ટ ફેસીલીટી સમાજ કે પારીવારીક સહયોગ મળતા એચ.આઇ.વી. સાથે જીવતાં લોકોનું લાઇફ સ્પાન વઘ્યો છે. મૃત્યુ આંક આંક ઘટાડવા થોડી સફળતા મળી છે કવોલીટી ઓફ લાઇફ સુધરી છે ગત વર્ષ ૨૦૧૬માં ભારતમા નવા ૮૬ હજાર એચ.આઇ.વી. ના ઇન્ફેકશન વાળા વાહકોની સંખ્યામાં વધારો થયો હતો.

રાજકોટ ખાતે છેલ્લા ૩ દાયકાથી સતત અને સક્રિય રીતે કાર્યરત એઇડસ પ્રીવેન્શન કલબ રાઉન્ડ ધી કલોક જાજાગૃતિના કાર્યક્રમો યોજે છે. છેલ્લા પાંચ વર્ષથી યુવા વર્ગને ટારગેટ કરીને સારી સફળતા મેળવી છે. તેમની હેલ્પ લાઇન ૯૮૨૫૦  ૭૮૦૦૦ ઉપર માર્ગદર્શન મળી રહેશે.

સૌરાષ્ટ્રની પ્રા. શાળા કોલેજ સામાજીક શૈક્ષણિક સંસ્થા કલબ મંડળ એસોસીએશન વિશે માહીતી કે યુવા વર્ગ જોડાવા માંગતા હોય કે વિશેષ માહીતી માટે એઇડસ પ્રીવેન્શન કલબ રા.મ્યુ. કોર્પો. વોર્ડ ઓફીસ રાષ્ટ્રીય શાળા મેઇન રોડ સવારે ૧૦ થી ૧ર વાગ્યા સુધી સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.