Abtak Media Google News

અજાણ્યા શખ્સોએ મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દીધી: અજાણ્યા શખ્સો સામે નોધાતો ગુનો

રાજકોટ – લીંબડી ધોરી માર્ગ પર આવેલા મધરી ખડા પાસે નજીક  હત્યા કરી ફેંકી દીધેલી લાહ મુળ યુ.પી.નો અને હાલ સુરત ખાતે રહેતો ટ્રકના ચાલક હોવાનું ઓળખ મળી છે. પોલીસે મૃતકના ભાઇની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ આદયો છે.

પોલીસની પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉતર પ્રદેશના અને હાલ સુરત ખાતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રામબ્રિજ ગનપત આર્યા નામના યુવકના ભાઇ રામ અયોઘ્યાની હત કરી ચોટીલા નજીક લાશને ફેંકી દીધાની ચોટીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સુરત સ્થિત રામબ્રિજ આર્યાએ જણાવ્યું હતું કે તેનો નાનો ભાઇ રામઅયોઘ્યા રાષ્ટ્રીય કાર્ગો મુવર્સ ગાડીનું ડ્રાઇવીંગ કરે છે. ગત તા. 19 જુલાઇના રોજ મોટાભાઇ રામજીરામનો ફોન આવેલો અને કહેલું કે રામ અયોઘ્યાનો સંપર્ક નથી થતો આથી રાષ્ટ્રીય કાર્ગો મુવર્સના મેનેજર નો સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે 12-13 કલાકથી સંપર્ક નથી થયો બાદ મેનેજર મનોજ મિત્તરને રામઅયોઘ્યાનું લોકેશન મોકલવાનું કહેતા જેમાં તેનું લોકેશન ચોટીલા નજીકનું હતું.

રામબ્રિજ આર્યા તેના મિત્ર અને ભત્રીજા સાથે ચોટીલા આવવા રવાના થયા હતા. ત્યારે મેનેજર મનોજનો ફોન આવેલો કે ચોટીલા પોલીસ મથકથી ફોન આવ્યો હતો અને રામઅયોઘ્યાને વાગેલ છે ચોટીલા સરકારી હોસ્પિટલ લઇ ગયા છે. ચોટીલા પોલીસ મથકનો સંપર્ક કરતાં તેઓએ જણાવેલું ચોટીલા-શાપર માર્ગ પર રોડની સાઇડમાંથી મળેલ છે. અને હોસ્પિટલે જતા ત્યાં રામઅયોઘ્યાના લાશને ભાઇઅ ઓળખી બતાવેલી અને ઇજાના નિશાન હતા. રાજકોટ ખાતે ફોરેન્સીક પી.એમ. કરાવ્યું હતું પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસઆઇ જે.જે. જાડેજા સહીતના સ્ટાફે આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.