Abtak Media Google News

ગાયનેક ડોકટરના અભાવે અન્ય ડોકટરો દ્વારા સારવાર કરવાથી મહિલાનું મોત થયું હોવાનું પરિવારજનોનો આક્ષેપ

ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલમા છેલ્લા કેટલાક સમયથી રામ રાજ જેવી સ્થિતી ચાલે છે અહિ ડોક્ટરોના અભાવે કેટલાય દદીઁઓ પરેશાન છે તેવામા અગાઉ ધ્રાગધ્રા દયાવાન ગ્રુપના યુવાનો દ્વારા પણ ડોક્ટરોની જગ્યા પુરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યુ હતુ પરંતુ નિંભર તંત્રને કોઇ જ જાતનો ફેર પડતો ન હોય તેમ હજુસુધી અહિ અગત્યના ડોક્ટરોની જગ્યા પુરવામા આવી નથી ત્યારે ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલમા ગાયનેક ડોક્ટરના અભાવને લઇને આજે એક ડિલવરી કરવા આવેલી મહિલા તથા તેનાનવજાત શિશુ મોતને ભેટ્યા હોવાનો આક્ષેપ મહિલાના પરીવારજનો દ્વારા થયો હતો. ધ્રાગધ્રા શહેરના કામદાર સંઘમા રહેતા રોશનબેન વલીમહમદ જેડા નામના ૨૫ વષીઁય મહિલા ગભઁવતિ હોવાથી તેઓને આજે સવારે પ્રસુતાની પીડા ઉપડી હતી જેને લઇને તેઓના પતિ સહિત પરીવારજનો દ્વારા તાત્કાલિક ડિલવરી કરવા માટે ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે લવાયા હતા પરંતુ ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલ ગાયનેક ડોક્ટરનો અભાવ હોવાના લીધે બહારથી સેવા આપતા ડોક્ટરનો સંપકઁ કરાયો હતો પરંતુ બહારથી સેવા આપવા આવતા ડોક્ટર કલાકો સુધી નહિ આવતા અંતે મહિલાની પ્રસૃતિ કરાવવા અહિના એમ.બી.બીએસ ડોક્ટરો તથા સ્ટાફ સારવાર કરવા લાગ્યા હતા અચાનક મહિલા તથા શીશુની તબીયત લથડવા લાગી હતી અને થોડા સમયમા બંન્ને માતા તથા શીશુનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે આ મહિલાના પરીવારજનોનો આક્ષેપ છે કે ગાયનેક ડોક્ટરનો અભાવ અને અન્ય ડિગ્રી વગરના ડોક્ટરોની બેદરકારીના લીધે તેઓની પત્નિનુ મોત નિપજ્યુ છે. આ બાદ મહિલાના પરીવારજનો દ્વારા સરકારી હોસ્પીટલે હોબાળો થતા તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપકઁ કરી પોલીસ સ્ટાફ બોલાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. સરકારી હોસ્પીટલના તંત્રની બેદરકારીને લઇને બે જીવ ગુમાવવાના આક્ષેપથી સીટી પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલમા ગાયનેક ડોક્ટરની માંગને લઇને હાલમા જ દયાવાન ગ્રુપના યુવાનો દ્વારા ડે.કલેક્ટરને આવેદન આપી અહિના ધારાસભ્ય પાસે ડોક્ટરોના અભાવને પુરવા માંગ કરાઇ હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇજાતના પગલા નહિ લેવાતા અંતે આજે એક મહિલા તથા નવજાતશિશુએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ બંન્નેની મોત પાછળ ખરેખર તંત્ર જ જવાબદાર ગણાવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.