Abtak Media Google News

અમરેલી જિલ્લાના રામપુરના રહેણાક વિસ્તારમાં મોટી પાણીની ટાંકી આવેલી છે. આ ટાંકામાં પાણી તો નથી પરંતુ ટાંકીના પોપડા પડવાને કારણે ઘણીવાર પશુઓના મૃત્યુ પણ થઇ ચુક્યા છે. એટલે ગામના લોકોએ ટાંકી પાડવા માટે તંત્રમાં અનેકવાર રજૂઆત કરી છે. પણ કોઈ ઉકેલ આવ્યો નથી. જર્જરીત ટાંકીને કારણે લોકો સતત ભયમાં જીવે છે

Advertisement
Gujrat News | Vadiya
gujrat news | vadiya

ઉપરોક્ત વિગત અનુસાર વડિયા તાલુકાના રામપુર ગામે પીવા ના પાણી ના ફાંફા પડી રહયા છે ત્યારે આઝાદીના આટ આટલા વ્હાણા વિતી જવા છતા આજસુધી માં અમરેલી જિલ્લા માં સત્તાઓ ભોગવી રહેલા એકપણ નેતા તરફ થી કે આટલા વરસો થી ચુંટાઈ આવતા ધારાસભ્યો તેમજ જિલ્લા અને તાલુકાના સભ્યો અને નેતાઓ પાસે થી ચુંટણી સમય દરમિયાન મળેલ વાયદા ઓ ,વચનો અને લોલીપોપ સીવાઈ એકપણ જાતની પાયા ની પ્રાથમિક સુવિધાઓ મળેલી નથી તેમજ મતદાતાઓએ અનેક ફરીયાદ કરવા છતા જીવન જરૂરિયાત પીવાના પાણી માટે ની ટાકી જીવન જોખમી બની છે અનેક મુશ્કેલીઓ વેઠી રહેલ રામપુર વિસ્તાર ના લોકોને પડી રહેલ મુશ્કેલીઓથી વાકેફ ગુજરાત સરકાર ના ચુંટાયેલા વિરોધપક્ષના નેતા કે એકપણ રાજકીય કોંગ્રેસ આગેવાનોએ આ વિસ્તાર ની સંભાળ લીધેલ નથી.હમેશાં આ વિસ્તાર સાથે હળહળતો અન્યાય કરી લોકો ને પડી રહેલ મુશ્કેલીઓ ની ફરીયાદ સામે આંખ આડા કાન કરી રહેલ આગેવાનો પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયેલા છે  રામપુર ગામના મતદાતાઓની માંગ છે કે તેમના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ મુદ્દો ગૃહમાં ઉછાળે બેધ્યાન સત્તાધીશો ધ્યાન આપે જેથી ગામ લોકોની સમસ્યા ઉકેલાય અને આ પાણીની ટાંકી ને પાડી ને રામપુર ના લોકો ને જીવજોખમથી ભયમુક્ત કરાવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.