Abtak Media Google News

મજુર પરીવારની ઘરવખરી આગની ઝપટે  ચડતા બળીને ભસ્મીભૂત

હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે આજે મોડી સાંજના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા મજૂર વર્ગના ઝુપડામાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગની ઝપટે ત્રણ ઝુપડા આવી જતાં તેમાં રહેલી સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી

સાથે જ પશુ માટે રાખેલો ઘાસચારો પણ સળગી ગયો હતો.જાણવા મળતી માહિતી મુજબ આજરોજ મોડી સાંજના હળવદ તાલુકાના ટીકર રણ ગામે નવાપ્લોટ વિસ્તારમાં રહેતા મજુરી કરી ગુજરાન ચલાવતા મજુરના ઝુપડામાં એકાએક આગ ફાટી નીકળતા આજુબાજુ રહેતા લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય બે ઝુપડા સહિત ત્રણ ઝુપડા આગની ઝપટે આવી ગયા હતા અને તેમા રહેલ ઘરવખરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. જયારે બાજુના વાડામાં પશુઓ માટે રાખેલ ઘાસ ચારો પણ આગની લપેટે આવતાં તે પણ બળી ગયો હતો. આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ જાણવા મળ્યું નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.