Abtak Media Google News

સામાન્ય તાવની બીમારીમાં હેવી ડોઝના કારણે બંને કીડની ફેઇલ થઇ અને બ્રેઇન હેમરેજ થવાથી મોત નીપજયું? : પોલીસ કાર્યવાહી નહીં કરે તો આખો પરિવાર આત્મવિલોપન કરશે

પંચવટી મેઇન રોડ પર આવેલી પ્લેક્ષસ હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે પ્રજ્ઞચક્ષુ પુત્રીએ માતાની મમતા ગુમવતા મૃતકના પરિવારે રોષ સાથે હોસ્પિટલમાં ઉગ્ર રજૂઆત કરી પોલીસ કાર્યવાહી નહી કરવામાં આવે તો આખો પરિવાર આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચારી છે.

Advertisement

Img 20190131 Wa0023

શહેરના સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ પાસે મારૂતિ પાર્ક શેરી નંબર ૩માં રહેતી જયશ્રીબેન પરમાર નામની ૩૪ વર્ષની ધોબી પરિણીતાને તાવ અને નબળાઇ હોવાથી સોમનાથ સોસાયટીમાં પોતાના ફેમીલી ડોકટર મયલ ફીચડીયા પાસે દવા લેવા ગયા ત્યારે તેમને દાખલ થવાની સલાહ આપી પંચવટી મેઇન રોડ પર જલારામ હોસ્પિટલની ઉપર પ્લેક્ષસ હોસ્પિટલમાં તા.૩૧ ડિસેમ્બરે દાખલ કરાયા હતા.

Img 20190131 Wa0028

જયશ્રીબેનની પ્લેક્ષસ હોસ્પિટલમાં ડો.દિનેશ રાજની સારવાર બાદ બે દિવસ સારૂ રહ્યા બાદ બાદ એકાએક તબીયત લથડતા તેઓને સાંજે નવેક નવ વાગે આઇસીયુમાં વેન્ટીલેટર પર લીધા હતા. ત્યારે તબીબને તબીયત સુધરવાના બદલે બગડયા અંગે પૂછપરછ કરતા દર્દીને નોર્મલ ઇન્ફેકશન હોવાનું કહી સારૂ જઇ જવાનું આશવસન આપવામાં આવ્યાનું જયશ્રીબેનના ભાઇ મહેલ જેઠવાએ જણાવ્યું હતું.

જયશ્રીબેન પરમારને વેન્ટીલેટર પર લીધા અંગેની પરિવારના કોઇ સભ્યની પૂર્વ મંજુરી લીધી ન હતી. અને હેવી ડોઝના કારણે જયશ્રીબેનની બંને કીડની અને બ્રેઇન હેમરેજ થયાનું જણાતા ડોકટર દિનેશ રાજ પાસે સારવારની ફાઇલની માગણી કરી હતી. ત્યારે સારવાર અંગેની કોઇ વિગતો આપવાનો ઇન્કાર કરી સાદા કાગળમાં સામાન્ય સારવાર લખી આપતા પોલીસને બોલાવવામાં આવ્યા બાદ ડીસ્ચાર્જનો કાગળ આપ્યો હતો અને જયશ્રીબેનને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેણીનું તા.૧૮ જાન્યુઆરીએ મૃત્યુ નીપજ્યું હતું.

Img 20190131 Wa0034

મૃતક જયશ્રીબેન પરમારને બે પુત્રી પૈકી ૧૫ વર્ષની મોટી પુત્ર પ્રજ્ઞચક્ષુ હોવાથી એક નિસહાય બાળકીએ પોતાની માતા ગુમાવતા મૃતકના પરિવાર રોષ સાથે પ્લેક્ષસ હોસ્પિટલ જઇ ડો.દિનેશ રાજ વિરૂધ્ધ ઉગ્ર રજુઆત કરી હતી.

જયશ્રીબેનપરમારના પ્લેક્ષસ હોસ્પિટલમાં વિવિધ રિપોર્ટ કરાયા હતા તે તમામ રિપોર્ટમાં ઉમર અલગ અલગ લખી હોવાનું અને હેવી ડોઝના કારણે મોત નીપજયાના આક્ષેપ સાથે કરાયેલી રજૂઆતના પગલે માલવીયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચીગયો હતો. એસીપી જાડેજા અને પી.આઇ. એન.એન. ચુડાસમા સહિતના સ્ટાફે ડો.દિનેશ રાજ સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. ત્યારે મૃતક જયશ્રીબેન પરમારના ભાઇ મેહુલભાઇ જેઠવાએ ત્રણ દિવસમાં બેદરકાર ડોકટર સામે કાર્યવાહી નહી કરવામાં આવે તો આખો પરિવાર પોલીસ કમિશનર કચેરીએ આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચારી છે. ડો.દિનેશ રાજે પોતાની બેદરકારી ન હોવાનો બચાવ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.