ગુણવતા સાથે વ્યાજબી ભાવે સિઘ્ધપુરની જાત્રાના કારણે જેનરીક દવાઓની બલે બલે…!!

બ્રાન્ડેડ દવાઓની કિંમત સામે ઓછી કિંમતે સરખા ક્ધટેન સાથે જેનરીક દવાઓ લોકો માટે ફાયદાકારક બની: જન ઔષધી કેન્દ્રના સ્ટોર ધારકો

 

મોંધીધાટ દવાઓ સામે જેનરીક દવાઓનું
પરિણામ સમતલ: બીએચએમએસ તબીબો

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં જેનરિક દવાઓનું વેચાણ 50 ટકા વધ્યું છે.બ્રાન્ડેડ દવાઓના વિકલ્પો વિશે વધુ જાગૃતિ અને તેમને અજમાવવાની વધુ ઈચ્છા સાથે, ગુજરાતમાં જેનરિક દવાઓના વેચાણમાં છેલ્લા બે વર્ષમાં 50 ટકા વધારો થવાનો અંદાજ છે, એટલે કે, રોગચાળાને પગલે, સરકાર અને ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર. હિટ રહી ત્યારથી.જેનરિક દવાના રિટેલર્સના મતે, તેમના મોટાભાગના વેચાણ પાંચ શ્રેણીઓમાં આવે છે – ડાયાબિટીસ, ઓન્કોલોજી, કાર્ડિયોવેસ્ક્યુલર, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને એન્ટિ-ઇન્ફેક્ટિવ.ઉદ્યોગના અંદાજો દર્શાવે છે કે નાણાકીય વર્ષ 22માં ગુજરાતમાં રૂ.60 કરોડની કિંમતની જેનરિક દવાઓનું વેચાણ થયું હતું, જે નાણાકીય વર્ષ 20માં રૂ.25 કરોડની આસપાસ હતું.જેનરિક દવાઓ વિશે જાગૃતિ વધી રહી છે, જેના કારણે વેચાણમાં વધારો થયો છે. જેનરીક દવાઓના ઉપયોગમાં વધારો તેની પાછળની મહેનત અને પરિણામ કિંમતના કારણે લોકોમાં વધુ ઉપયોગી બને છે. રોજબરોજની દવાઓ લેતા લોકો માટે જેનરિક દવાઓ ખૂબ ફાયદાકારક બની છે. દવાના ખર્ચ થી પરેશાન દર્દીઓને પણ મોટી રાહત જેનરિક દવાઓથી મળી રહે છે ત્યારે જેનરિક દવાઓનો રેગ્યુલર ઉપયોગ તેના ફાયદાઓ તેમજ તબીબો પણ આજે જેનરિક દવાને લઈને શું મંતવ્ય આપી રહ્યા છે.આ પરનો સંપૂર્ણ અહેવાલ અબતક દ્વારા જનઔષધી કેન્દ્રના સ્ટોર ધારકો અને બી.એચ.એમ.એસ તબીબ નિષ્ણાતો સાથે મુલાકાત કરી ખાસ વાતચીત કરી સંપૂર્ણ ચિતાર રજૂ કરાયો છે.

જેનરીક દવાઓ તે એકસપોર્ટ પણ કરાય છે: ડો.રવિ પરમાર

શિવ કલીનીકના ડો. રવિ પરમારએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, બાન્ડેડ પેટન્ટ મેડીસીનની જેમ જ બનાવાય છે. કંપની દવા લોન્ચ કરે ત્યારે પેટન્ટ હોય છે કે 10 થી 15 વર્ષ તેઓ જ દવા બનાવશે. બીજુ કોઇ નહી આ પેટન્ટ પુરી થયા બાદ જેનેરીક દવામાં એન્ટર થાય છે. અને પછી બધી જ જેનેરીક દવા બનાવતી કંપનીને બનાવી શકે છે તેથી તેના ભાવ ઘટી જાય છે. અને કોપ્ટીશન વધે છે તેથી બધાને ફાયદો થાય છે.

બ્રાન્ડેડ જેનેરીક સરખી જ હોય છે હવે ડોકટર પણ જેનેરીક તરફ વળ્યા છે અને લોકો બધી જ દવા લેવા સક્ષમ નથી હોતા તેથી તેમને જેનેરીક દવા પણ લખી આપે છે. પેશન્ટને ડકોરટનો ચાર્જ અને દવા બને નથી ચુકવી શકતા પરંતુ હવે જેનેરીક દવાથી તે ચાર્જ અડધો થઇ જાય છે અને દવાનો ખર્ચ એવરેજ 20 થી 60 ટકા સુધી ઘટી જાય છે.
બાન્ડેડ અને જેનેરીક દવા બન્નેમાં રીઝલ્ટ સરખુ જ આવતું હોય છે જેનેરીક દવા ભારત ઘણા દેશોમાં એકપોર્ટ પણ કરે છે.

દરરોજની ઉપયોગી દવા લગભગ બધી જ દવા ઉ5લબ્ધ છે. જે લોકો ડાયાબીટીસ, થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ વગેરેની દરરોજ દવા લેતા હોય તેમણે જેનેરીક દવા ખુબ જ ઉપયોગી છે. મેડીસીનનો કુલ ખર્ચનો ફકત 10 થી ર0 માં ભાગનો જ ખર્ચ થાય છે.

રાજકોટવાસીઓને 50 થી 60 કરોડની જેનરીક દવાના ઉપયોગથી થઇ બચત: પંકજભાઇ મનવાની

જન ઔષધિ કેન્દ્રના સ્ટોર ધારક પંકજભાઇ મનવાનીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારની ઝુંબેશથી અને માર્કેટમા દવાની ગુણવતાથી સામાન્ય રીતે પેરાસીટીમોલ દવા ઉજ્ઞહજ્ઞ ની કિંમત 31 છે તો અહી રૂ. 12માં મળે છે. ગર્વમેન્ટની બીપીપીઆઇની દવા છે. કાઉન્સેલીથી અમે લોકોને સમજાવ્યા છે.

છેલ્લા સાત વર્ષથી રાજકોટમાં કાર્યરત 50 થી 60 કરોડની બચત થઇ હશે અને 35 થી વધારે સ્ટોર કાર્યરત છે. 2000 થી વધારે દવાઓ જન ઔષધિ પોટફોલીયોમાં 167 થી વધારે સર્જીકલ પણ ઉપલબ્ધ છે. બધી જ ગુણવતા ઙખઉંઢ માર્કેટની સાથેની જ છે., સેનીટરી પેડ ફકત રૂ.1 માં મળે છે. માર્કેટમાં 4 થી 5 માં મળે છે., ગવમેન્ટ દ્વારા 7 માર્ચ જન ઔષધિ દિવસ તરીકે ઉજવાય છે., અવેરનેસ માટે સરકાર દ્વારા અલગ અલગ કેમ્પેન ચલાવાય છે. દવાની કવોલીટી સાથે માઉથ પબ્લીસીટી પણ ખુબ જ રોલ ભજવે છે. બી.પી.ની દવા માર્કેટમાં સૌથી વધુ લોસાર્ટન વપરાય છે જે માર્કેટ કિંમત એવરેજ 50 છે જન ઔષધિમાં ફકત રૂ.9 છે. બીજા વધુ કોમ્બીનેશન સાથે પણ ફકત રૂ. 12 માં છે. સરેરાશ રૂ.1000 નું બીલ અહી ફકત ફકત રૂ. 250 થી 300 રૂપિયા જ થાય.

ડો. પણ હવે જેનેરીકને સ્વકારે છે. અને દર્દી અહીંથી દવા લઇ જાય તેની સલાહ પણ આપે છે. અને વર્ષો જુની પેલ્ટીસમાં બ્રાન્ડનેમ લખતા હોય તેથી લખે છ પણ હજુ તમને નિવેદન કરુ છું જન ઔષધિને અપનાવો જેથી આપનું જીવન વધારે સારુ રહે અને પૈસાની બચત સાથે સ્વાસ્થ્ય સારુ રહે.

રોજબરોજની દવાઓમાં જેનરીક દવાઓ ફાયદાકારક: ડો.સતીષ ગૌસ્વામી

શીવ કીલનીકના ડો. સતીષ ગોસ્વામીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,છેલ્લા 15 વર્ષથી કાર્યરત છું જેનેરીક અને બ્રાન્ડેડ દવા બન્નેમાં સોર્સ સરખા જ હોય છે. ફરક ફકત રજીસ્ટ્રેશન અને પેટન્ટ નો જ છે. અંદરના દવાના મધર સોર્સ સરખા જ હોય છે.

છેલ્લા બે વર્ષમાં જેનેરીક દવાનો ઉપયોગ વઘ્યો તેનું કારણ એક તો દવા સસ્તી હોવી તે છે રેગ્યુલર દવા લેતા લોકો જેવા કે ડાયાબીટીસ, બી.પી. થાઇરોડઇડ વગેરેને દવાના બીલમાં ખુબ જ ફાયદો થાય છે. કેન્સરમાં પણ ખુબ ઉપયોગી છે. જેનેરીક દવાના રીઝલ્ટ સરખા જ હોય છે. પરંતુ ગરીબ માણસો માટે વરદાન સમાન છે. સામાન્ય માણસો જેનેરીક દવા નજીવા ખર્ચ લઇ શકે છે. અને સ્વસ્થ જીવન જીવી શકે છે. અને વગર બ્રેકએ દવા લઇ શકે. મોટાભાગની દવાના જેનેરીક મા મળી આવે છે એટલે જેનેરીક દવા બહુ જ સારી છે દરરોજ દવા લેતા પેશન્ટ એ ડાયાબીટીસ, બી.પી. વાળાએ લેવી જોઇએ. બ્રાન્ડેડ અને જેનેરીક દવાના રીઝલ્ટમાં કોઇ ફર્ક આવતો નથી બન્ને દવા સરખી જ કામ આપે છે.