Abtak Media Google News

શહેરની પ્રજા પાસે ફરવા લાયક ભવનાથ મંદિર બાદ કરતા એક પણ નજરાણુ નથી

જુનાગઢ તેમજ જુનાગઢની આસપાસનો સોસાયટી વિસ્તાર સતાધીશો માટે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા જેવું બની ગયેલ છે. શહેરના અમુક વિસ્તારોની અંદર હાલ નર્કાગાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં ખાસ કરીને છેલ્લી ત્રણ ટર્મથી શહેરને ડેપ્યુટી મેયર આપતો વિસ્તાર કડીયાવાડ કે જયાં સતાધીશોને રોડ રસ્તાના કામ તો નથી સુઝતા પણ જ‚રીયાત વગર ફકત બિલો ઉઘારવવા તોડેલા પેવર બ્લોકના રસ્તા પણ આ લોકો સરખા કરી શકતા નથી. ગંદકી અને ગાબડાઓની સમસ્યાથ સાથે પ્રજાને આ વિસ્તારમાં રહેવું દુષ્કર બન્યું છે. જુનાગઢ શહેરમાં તો જયારે વિકાસની વાતો થતી હોય ત્યારે મંચ પરથી ભાષણબાજી ઠોકવામાં પાછી પાની ન કરતા નેતાઓ પોતાના વોર્ડમાં ગઈ ચુંટણીથી આવતી ચુંટણી સુધી ફરકતા સુઘ્ધા નથી પોતે લોકપ્રિય હોવાનો ભ્રમ પ્રદેશના નેતાઓને કરાવનારા ખરેખર પ્રજાલક્ષી કામ કરવામાં સતત ઉણપ ઉતર્યા છે. શહેરમાં વોર્ડની અંદરના રસ્તાઓ હાલ ચોમાસાની પરિસ્થિતિને લઈ રીતસર નર્કાગાર સમાન થઈ ગયા છે.

શહેરમાં ફરવા લાયક સ્થળો પણ પ્રજા માટે ફરવા જેવા રહ્યા નથી. શહેરનો વિલીંગટન ડેમ, ઉપરકોટ, ખાપરા ખોંડીયાની ગુફા, ત્રિવેણી સંગમ જેવા એક સમયના નજરાણા ગણાતા ફરવા લાયક સ્થળો આજે લુપ્ત થવાની કગારે છે ત્યારે પણ આ લોકોને ભાષણ બાજીનો દૌર પુરો થવાનું નામ નથી લેતો.

શહેરના મુખ્ય માર્ગોને બાદ કરતા અંદરના રસ્તાઓ પર ઠેર-ઠેર ગાબડા ઉખડેલા પેવર બ્લોક અને ગંદકીમાં સબડતું શહેર સિવાય અહીં કંઈ સારુ શહેરીજનોને દેખાતુ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.