Abtak Media Google News

સૌરાષ્ટ્રની રણજી ટીમના  પ્લેયર-આશાસ્પદ   સ્પીનર યુવરાજસિંહ ડોડીયાની ઈર્મજીંગ ટીમ એશિયાકપમાં  પસંદગી:  વિકેટ કિપર બેટસમેન સ્નેલ પટેલ સ્ટેન્ડબાય પ્લેયર

ભારતીય ક્રિકેટ ટીમમાં સૌરાષ્ટ્રનો  દબદબો સતત વધી રહ્યો છે. હાલ ભારતની  મુખ્ય ટીમમાં  ટેસ્ટ, વનડે  અને ટી.20માં  ચેતેશ્ર્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ અને ચેત સાકરિયાની સતત પસંદગી  કરવામાં આવીરહી છે.  દરમિયાન સૌરાષ્ટ્રના ઉગતા ખેલાડીઓ પણ આંતર રાષ્ટ્રીય  કક્ષાએ પોતાની પ્રતિભા ચમકાવવા સજજ થઈ ગયા છે.શ્રીલંકા ખાતે આગામી 13થી 23 જુલાઈ દરમિયાન  રમાનારા એસીસી મેન્સ  ઈમેજીંગ ટીમ એશિયા કપ માટે ભારતીય-એ ટીમના હેઠ કોચ તરીકે  સૌરાષ્ટ્રના  પૂર્વ સુકાની અને હેડ કોચ સિતાંશુ  કોટકની હેડ કોચ  તરીકે પસંદગી  કરવામાં આવી છે. જયારે   ટીમમાં સૌરાષ્ટ્રના આશાસ્પદ  સ્પીનર એવા પોરબંદરનાં  યુવરાજસિંંહ ડોડીયાની પસંદગી   કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનીટીમના   વિકેટ કિપર બેટસમેન સ્નેલ પટેલને  સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં  આવ્યો છે.

શ્રી લંકા  ખાતે રમાનારા  ઈમર્જીંગ  એશિયા કપમાં ભારત-એ ટીમ ઉપરાંત નેપાલ, યુ.એ.ઈ. પાકિસ્તાન, શ્રીલંકા,  બાંગ્લાદેશ,  અફઘાનિસ્તાન અને ઓમાન સહિત કુલ આઠ ટીમો ભાગ લેશે. યશ ધુલની આગેવાની હેઠળ  જાહેર કરવામાં આવેલી ભારતીય એ ટીમમાં આઈપીએલ સ્ટાર સાંઈ સુદર્શન, અભિષેક શર્મા, નીકિન જોશ, પ્રદોશ રંજન પૌલ, રિયાન પરાગ,  નીશાંત સિંધુ,  પ્રભસિમરન સિંંહ,  ધ્રુપ જૂરેલ, મનન સુથાર, હર્ષિત રાણા, આકાશ સિંગ, નીતિશકુમાર રેડ્ડી અને  રાજવર્ધન   હંગસગકરની પસંદગી  કરવામાં આવી છે. જયારે સ્ટેન્ડ બાય તરીકે હર્ષ ધુબે, નેહલ વડેરા,  સ્નેલ પટેલ અને મોહિત રેડકરની પસંદગી  કરવામાં આવી છે.

ટીમના  હેડ કોચ તરીકે સિતાંશુ  કોટકની,બોલીંગ  કોચ તરીકે  સાઈરાજ બહુતુલે અને ફિલ્ડીંગ કોચ તરીકે  યુનીસ બાલીની નિયુકતી કરવામાં આવી છે.ભારતીય ટીમ 13 જુલાઈએ યુએઈએ  સામે, 15મીએ પાકિસ્તાન એ સામે, 18 જુલાઈએ નેપાલ સામે ટકરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.