Abtak Media Google News

અમરેલી તાલુકાના    દેવળીયા પ્રાથમિક શાળા તા.જી.અમરેલી માંથી બે શિક્ષકોની અન્ય પ્રાથમિક શાળાઓમાં બદલીના ઓર્ડરો થઈ ગયેલ છે. દેવળીયા પ્રાથમિક શાળામાં કુલ શિક્ષકો આચાર્ય ચાર બહેનો અને પાંચ ભાઈઓ એમ કુલ 9 શિક્ષકો ફરજ બજાવી રહયા હતા. તથા સ્કુલના બાળકોની સંખ્યા લગભગ 230ની આસપાસ છે. જે બદલી પામેલ છે. તે શિક્ષક 1 ફારૂકભાઈ જે તેમની પાસે ધોરણ-8 છે. તેની સંખ્યા 27 છે. ના વર્ગ શિક્ષક સામાજીક વિષયના શિક્ષક હોય ધોરણ-6 અને 7 અને 8 ના કુલ 100 વિધાર્થી બાળકો અભ્યાસ ખરાબ થશે તેમજ અન્ય શિક્ષક આનંદભાઈ ભટ્ટ કરીને છે.

જેઓ ધોરણ-3 અને 4 અને 5 માં પર્યાવરણ તેમજ અંગ્રેજી વિષય ભણાવે છે. તેમજ તેઓ ધોરણ 5 ના વર્ગ શિક્ષક પણ છે. આ ધોરણ ની સંખ્યા લગભગ 35 છે. જો આ શિક્ષકની બદલી થાય તો ધોરણ- 34-5ના કુલ 80 જેટલા વિધાર્થીઓ છે. આમ બંન્ને શિક્ષકોની બદલીના ઓર્ડરો થયેલ છે. અમારી પ્રાથમિક શાળાના કુલ 180બાળકો અભ્યાસ ખોરંભે ચડશે યાને બગડશે.

તેમજ લાંબા ગાળે બાળકોને નુકશાન થશે તે પ્રથમ દૃષ્ટિએ જોઈ શકાય તેમ છે. આવી અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને લેખિત રજૂઆત કરાઈ છે કે શિક્ષકોની બદલી થતા પહેલા અન્ય શિક્ષકોની વ્યવસ્થા દેવળીયા પ્રાથમિક શાળામાં કાયમી કે હંગામી અને સંતોષકારક રીતે કરવામાં આવે જો આ બાળકોના અભ્યાસના હિતમાં દિન-7માં વ્યવસ્થા નહી કરવામાં આવે તો ભુતકાળની જેમ ગામના લોકોએ સ્કુલને તાળાબંધી કરવાની ફરજ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.