Abtak Media Google News

ખંભાળીયા ખાતે પાઇલોટ પ્રોજેકટ તરીકે મઘ્યાહન ભોજનનું આધુનિક રસોડુ બનાવવા માટે માર્ગદર્શન અપાયું

ગુજરાત રાજય અન્ન આયોગના સભ્ય દિનેશભાઇ કારીયાની અઘ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં રાષ્ટીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ના અમલીકરણના અનુસંઘને જીલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરીની અદ્યતન પરિસ્થિતિ તથા મઘ્યાહન ભોજન યોજના કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રોની કામગીરીની રાષ્ટ્રીય અન્ન કાયદા-૨૦૧૩ સંદર્ભે ચર્ચા-વિચારણા કરવા માટેની બેઠક ખાતે યોજવામાં આવી હતી.

બેઠકમાં જીલ્લા કક્ષાના અધિકારીઓ કર્મચારીઓ ઉ૫સ્થિત રહેલ હતા. બેઠકમાં માર્ગદર્શન આપતા દિનેશ કારીયાએ જણાવ્યું હતું. બેઠકમાં માર્ગદશન આપતા દિનેશ કારીયાએ જણાવ્યું હતું કે દેવભુમિ દ્વારકા જીલ્લામાં કુલ ૨૫૭ સસ્તા અનાજની દુકાનો આવેલ છે. જેમાંથી ૩૦ દુકાનના લાયસન્સ ૨૦૧૩માં સસ્પેન્ડ કરવામાં આવેલા. જે ૩૦ દુકાનોના કેસ આજ દિવસ સુધી કોર્ટમાં ચાલે છે. અને જે ૩૦ દુકાનોના ગ્રાહકો છે તેઓને અન્ય દુકાનેથી વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પાંચ વર્ષનો ગાળો ખુબ જ લાંબો કહેવાય, આ ૩૦ દુકાન માટે તાત્કાલીક નિર્ણય લઇ અને નવા લાઇસન્સ  આપવાની કાર્યવાહી કરવા દિનેશ કારીયાએ સુચન કરેલ. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ ૩૪ જેટલી દુકાનો બંધ છે. જેને સ્વૈચ્છિક રીતે રાજીનામુ આપી દીધેલ હોય એમનો નિર્ણય પણ તાત્કાલીક કરીને નવા લાઇનસન્સની પ્રક્રિયા ઝડપથી થાય તે માટે સુચન કરેલ. આ જીલ્લામાં આધાર કાર્ડ સાથે રેશનકાર્ડને લીંકઅપ કરવાનું કામ ૯૭ ટકા પૂર્ણ થયેલ છે. તે જાણી અધિકારીઓને અભિનંદન આપેલા અને ઉજજવલા યોજના અંતર્ગત લાભાર્થીઓ આ જીલ્લામાં આશરે ૩૦ હજાર જેટલા છે જેમાંથી ર૦ હજાર લોકોને યોજનાનો લાભ મળી ગયો છે. બાકી રહેતા લાભાર્થીઓ ચકાસણી ચાલુ હોય તેવું અધિકારીઓએ જણાવેલ જીલ્લાના એક તાલુકામા પાઇલોટ પ્રોજેકટ તરીકે એક જ આધુનિક રસોડુ બનાવી ત્યાંથી તાલુકામાં ભોજન સ્કુલ સુધી પહોચે તેની વ્યવસ્થા થાય તેવું સુચન દિનેશભાઇ કારીયા દ્વારા કરવામાં આવેલ અને ચર્ચાના અંતે ખંભાળીયા શહેરમાં લગભગ ૨૫ થી ૩૦ સ્કુલો આવેલ છે જેના માટે એક જ આધુનિક રસોડુ બનાવાય તેવી અધિકારીઓ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ.

વધુમાં દિનેશભાઇ કારીયાએ જણાવ્યું કે વિજયભાઇ ‚પાણી અતિ સંવેદનશીલ છે જેનું ઉદાહરણરુપે હું જરુરથી કહી શકુ કે ભારતમાં માત્ર ગુજરાત એક એવું રાજય છે જે આંગણવાડીના બાળકોને ગુજરાતની તમામ ડેરીઓને સાથે જોડીને આવનારા દિવસોમાં ટ્રેટરા પેકમાં માત્ર  પાણી નાખી અને બાળકો જે રીતે સેરેલેક લે છે એ જ રીતે ફલેવર્ડ મીલ્ક અને સેરેલેક ટાઇપનો ટેસ્ટ આવુ આધુનિક પેકીંગમાં બાળકોને પીરસવામાં આવશે. આના ઉપરથી આપણે કહી શકીએ નાના ભુલકાઓ પ્રત્યે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીનું સંવેદનશીલપણુ કાબીલે તારીફ છે. આનો પાઇલોટ પ્રોેજેકટ તરીકે રાજકોટ જીલ્લાના ઉ૫લેટા તાલુકામાં શરુ કરવામાં આવેલ છે. થોડા સમયમાં ગુજરાતના તમામ જીલ્લાઓમાં આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેની માહીતી દેવભુમી દ્વારકા જીલ્લાના અધિકારીઓ અને આંગણવાડીના બહેનોને એ દિનેશભાઇ કારીયાએ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.