Abtak Media Google News

મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, મહીલા મોરચાના અંજલીબેન ‚પાણી, રક્ષાબેન બોળીયા સહીતના આગેવાનોએ બજેટને આવકાર્યુ

રાજકોટ મનવાનું વર્ષ ૨૦૧૮-૧૯ નું બજેટ ૧૭.૬૩ અબજ રજુ કરવામાં આવ્યું છે. તેમજ ભાજપના શાસકોએ પાણીવેરામાં વધારાને નામંજુર કરીને રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે. ત્યારે મનપાના વિકાસ લક્ષી બજેટને આવકારતા અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી છે.

Advertisement

મેયર ડો. જૈમન ઉપાઘ્યાય

કેન્દ્ર સરકારના સ્માટ સીટી મિશનમાં પસંદગી પામતા જ રાજકોટ માટે વિકાસની નવી ક્ષિતિજનો ઉદય થઇ ચુકયો છે. ગુજરાત રાજયને પ્રગતિ અને વિકાસના ક્ષેત્રમાં એક મોડેલ તરીકે સમગ્ર વિશ્ર્વ સમક્ષ પ્રસ્તુત કરી ચુકેલા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના અત્યંત મહત્વકાંક્ષી એવા સ્માર્ટ મીશનથી દેશના અન્ય શહેરોની માફક રાજકોટને પણ પાયાની સુવિધાઓના માળખાને મજબુત બનાવવાની સાથો સાથ આધુનિક ટેકનોલોજીની મદદથી સાકાર થનાર અન્ય વિકાસલક્ષી પ્રોજેકટનો લાભ મળશે રાજકોટ મનપાના આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ ના અંદાનપત્રને આખરી ઓપ આપી જનરલ  બોર્ડમાં રજુ કરનાર સ્ટેન્ડીંગ કમીટીએ ભારતીય જનતા પાર્ટીના સુશાસન અને લોકભોગ્ય વહીવટની પ્રતિતિ કરાવતી વિવિધ લોકકલ્યાણ યોજનાઓની જોગવાઇ બજેટમાં સામેલ કર્યુ છે એ બદલ ચેરમેન અને સભ્યોને મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાયએ અભિનંદન પાઠવ્યા છે

પૂર્વ શાસક પક્ષના નેતા રાજુભાઇ બોરીચા

પૂર્વ શાસક પક્ષના નેતા રાજુભાઇ બોરીચાએ મનપાના વર્ષ ૨૦૧૮-૧૯ નું ૧૭૨૭.૫૮ કરોડનું કદ ધરાવતા બજેટને આવકારતા જણાવ્યું હતું કે છેવાડાના માનવીને પ્રાથમીક સુવિધા આપવામાં ભાજપ શાસકો કટિબઘ્ધ બન્યા છે ત્યારે દિન-પ્રતિદિન શહેરીજનોને સુવિધામાં વધારો થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકાર દ્વારા જે પ્રકારે રાજયમાં આમઆદમી અને છેવાડાના માનવીની ચિંતા કરવામાં આવી રહી છે તે પ્રકારે મનપા દ્વારા આ બજેટમાં વધારાના વેરા વગર રજુ કરી સર્વસ્પશી અને સર્વવ્યાપી બનાવવામાં આવી રહ્યું છે. આમ ભાજપ શાસકોને શુભેચ્છા પાઠવતા પૂર્વ શાસક પક્ષના નેતા રાજુભાઇ બોરીચાએ જણાવ્યું હતું.

કમલેશ મિરાણી,દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે રાજકોટ મનપાના પદાધિકારીને શહેરના મઘ્યમ વર્ગ, વિઘાર્થીઓ, મહીલાઓ, દિવ્યાંગો સહીતના તમામ વર્ગની સુખાકારીમાં વધારો કરનારા આ ‚ા ૧૭૨૮.૫૮ કરોડનું બજેટ મંજુર કરવા બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે પ્રજાજનો માટે પાણી વેરામાં કોઇપણ જાતનો વધારો ફગાવેલ છે.

રેસકોર્ષ સંકુલમાં ચીલ્ડ્રન પાર્ક ડેવલોપમેન્ટ માટે ‚ા ૨૫ લાખની ફાળવણી, વાંચનપ્રેમી જનતા માટે શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલા ફાયર સ્ટેશનના સકુલમાં રીડીંગ રુમ,  રેફરન્સ બુક કોર્નર માટે ‚ા ૨૦૦ લાખની ફાળવાશે. તેમજ રાજકોટની ઓળખ અને રોનક સમાન વર્ષો જુની રાત્રી બજાર (ફુડ કોર્ટ)ને પુન: ધબકતી કરી નવા રંગરુપ સાથે રાજકોટની રંગીલી અને સ્વાદપ્રેમી જનતાને નવા વર્ષનું નજરાણું આપવામાં આવશે.

અંજલીબેન પાણી,રક્ષાબેન બોળીયા, બીનાબેન આચાર્ય, ભાનુબેન બારીયા,મીનાબેન પારેખ

શહેર ભાજપ અગ્રપી અંજલીબેન ‚પાણી, રાજકોટના પૂર્વ મેયર દક્ષાબેન બોળીયા, પૂર્વ શાસક પક્ષ નેતા અને કોર્પોરેટર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, તેમજ સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય મીનાબેન પારેખે બજેટને આવકર્તા જણાવ્યું હતું કે, ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રજુ કરવામાં આવેલું વર્ષ ૨૦૧૮-૧૯ નું ‚ા ૧૭૬૩ કરોડના જમ્બો બજેટથી શહેરીજનોની આશા-અપેક્ષા અને આકાંક્ષાઓ પૂર્ણ થશે.

આ બજેટમાં શહેરીજનોને સુખાકારી મળે તેવી પ્રાથમીક સુવિધાઓ કે રોડ, રસ્તા, લાઇટ, ગટર, પાણી ઉપરાંત અન્ય માળખાકીય સુવિઘાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. એટલે કે પ્રથમ દ્રષ્ટિએ જ આ બજેટ સર્વસ્પશી અને સર્વવ્યાપી બન્યું છે. બજેટમાં ખાસ કરી પૂર્વ મેયર સ્વ. અરવિંદભાઇ મણીયારનું એક સપનું હતું કે છેવાડાના માનવીને પણ ઘરનું ઘર મળે તે સપનું સાકાર કરનારું નિવડશે. ખાસ કરી રાજકોટ શહેર સ્માર્ટ સીટી અને મેગાસીટી બની રહ્યું છે.

ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ

ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ રાજકોટ મનપાના વર્ષ ૨૦૧૮-૧૯ ના બજેટને આવકારી ભાજપ શાસકોને શુભેચ્છા આપતા જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પંડીત દીનદયાળ ઉપાઘ્યાયના મંત્ર અનુસાર એટલે કે જયાં માનવી ત્યાં સુવિધાને નજર સમક્ષ રાખી કોર્પોરેશન દ્વારા બજેટ રજુ કરવામાં આવતું હોય છે.

કોઠારીયા- વાવડીમાં ઓડીટોરીયમ, તમામ વોર્ડમાં કોમ્યુનીટી હોલની સુવિધા, બે નવી હાઇસ્કુલ માટે ‚ા ૩૦૦ લાખની ફાળવણી, ઉપરાંત ૨૦૧૮-૧૯ ની નવી કાર્પેટ એરીયા આધારીત મિલકત વેરા આકારણી પઘ્ધતિ અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે તે મિલકતના ખરેખર ઉપયોગ મુજબની આ નવી પઘ્ધતિ શહેરની મીલકતવેરા પ્રણાલીને વધુ પારદર્શક બનાવશે.

મિડીયા ઇન્ચાર્જ નીતીન ભુત

ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છ મીડીયા ઇન્ચાજ નીતીન ભુતે રાજકોટ મનપાના વર્ષ ૨૦૧૮-૧૯ ના બજેટને આવકારી ભાજપ શાસકોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા પંડીત દીનદયાળ ઉપાઘ્યાયના મંત્ર અનુસાર એટલે કે જયાં માનવી ત્યાં સુવિધાને નજર સમક્ષ રાખી કોર્પોરેશન દ્વારા બજેટ ૧૭૬૩ અબજનું રજુ કરવામાં આવ્યું. ભાજપના શાસકોએ પાણીવેરામાં વધારાને નામંજુર કરીને

નામંજુર કરીને રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે. આ ઉ૫રાંત કાર્પેટ એરીયા વેરા પઘ્ધતિમાં નવી પ્રણાલીમાં વધુ પારદર્શી બનાવાશે. દિવ્યાંગોને મિલકતવેરામાં પ ટકા વધુ વળતર મળશે. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શકય તેટલી વધુ સરળતાથી જુદી જુદી સેવાઓ પ્રાપ્ત કરવામાં આવી રહ્યા છે.

ઉૈપરાંત મહીલા દિને મહીલાઓને સીટી બસ તેમજ બીઆટીએસમાં નિ:શુલ્ક મુસાફરીનો લાભ આપવામાં આવશે તેમજ શહેરની મુખ્ય બજારોમાં આવતા જતા બહેનોની સુવિધા માટે વિવિધ બજારમાં જુદા જુદા સ્થળોએ ‚ા ૧૫૦ લાખા ખર્ચે વિમેન્સ યુરીનલ બનાવવામાં આવશે. આમ અંતમાં નીતીન ભુતે જણાવ્યું હતું કે આ બજેટ શહેરની સાંસ્કૃતિક અને સામાજીક ઓળખને બરકરાર રાખી રાજકોટને અગ્રીમ હરોળનું સ્માર્ટ સીટી બનાવવા તરફ અગ્રેસર કરશે.

અનીતાબેન ગોસ્વામી

મનપા કમિશનરનએ વર્ષ ૨૦૧૮-૧૯ નું ‚ા ૧૭૨૭.૫૮ કરોડનું કદ ધરાવતું અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમીટીમાં અનુમતિ અર્થે રજુ કર્યૂ છે. કમિશનરએ નવા કર પ્રસ્તાવ તેમજ પરંપરાગત મીલકત વેરા અકારણી પઘ્ધતિમાં સ્થ્ાને કાર્પેટ એરીયા બેઇઝડ નવી મીલકતવેરા પઘ્ધતિ ઉપરાંત અન્ય વિકાસ લક્ષી યોજનાઓ બજેટમાં સુચવેલ સ્ટેન્ડીંગ કમીટીએ આ બજેટણી વિવિધ જોગવાઇઓની સમીક્ષા કરી રાજકોટ શહેરની પરિસ્થિતિ તથા શહેરીજનોની જરુરીયાત ઘ્યાને લઇ જરુરી ફેરફારો કર્યા છે. વધુમાં શાસક પક્ષે બજેટની જોગવાઇઓના અભ્યાસ દરમ્યાન શહેરીજનોને કેન્દ્રમાં રાખી છે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અપનાવેલી નાગરીક લક્ષી પ્રશાનસિક વ્યવસથાને મહાનગરપાલિકા પણ વળગી રહે.શે. તકે અનીતાબેન ગોસ્વામીએ અભિનંદન પાઠવ્યા છે..

જયમીન ઠાકર

રાજકોટ મનપા દ્વારા સમાજ કલ્યાણ સમીતીને સને ૨૦૧૭-૧૮ માં માં ફાળવવામાં આવેલા બજેટ મારફત લોક સુવિધા રમત ગમત ને પ્રોત્સાહન આપવા, પ્રાથમીક સુવિધા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો થકી મનોરંજન પુરુ પાડવાના હેતુસર ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સ્વતંત્ર પર્વ, પ્રજાસત્તાક પર્વ, ગુજરાત સ્થાપના દિવસ, કોર્પોરેશન સ્થાપના દિવસે ઉજવણી રન ફોર રાજકોટ, મેરેથોન, દેશના સુપ્રસિઘ્ધ કલાકારોના લોકડાયરા, વોર્ડવાઇઝ હસાયરા સુરો કી સલામી જેમા સતત ૩૦ કલાક સુધી કરાઓકે પર શહેરના ખ્યાતનામ ડોકટરો સહીતના ગ્રુપ દ્વારા ગીત ગાવામાં આવેલા તથા શહેરના ચોક, માર્ગ શાક માર્કેટ વિગેરેના નામકરણ જેવા કાર્યક્રમ થયા જેમાં દેશ રાજય અને શહેરને. ગૌરવી આપી શકાય તેવા કાર્યો ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા થયા છે. અને નગરજનો આ કાર્યકમોનો વધુને વધુ લાભ લઇ શકે તે હેતુથી શહેરના જુદા જુદા વોર્ડમાં કાયૈક્રમોનું આયોજન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.