Abtak Media Google News

અધિક માસમાં પૂર્ણિમાના દિવસે લાખો લોકોની ભીડ વચ્ચે દ્વારકાધીશ જગતમંદિરમાં રાત્રે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી સતત બે કલાક સુધી રાસોત્સવની ઉજવણી કરાઈ હતી. જગતમંદિરમાં સુરક્ષાની દ્રષ્ટીએ મોબાઈલ ફોન વર્જિત હોવા છતાં રાસોત્સવનું અનેક લોકો દ્વારા ફેસબુક પર લાઈવ ટેલીકાસ્ટ થતા જગતમંદિરમાં સુરક્ષામાં પોલંપોલ ચાલતી હોવાનું બહાર આવ્યું છે.

સાંજના સમયથી જગતમંદિરમાં બબ્બે ઉત્સવો કોઈપણ જાતની મંજુરી વગર ચાલી પણ ગયા અને ઉત્સવોનું રેકોર્ડ તેમજ લાઈવ ટેલીકાસ્ટ પણ સોશ્યલ મીડિયામાં કરવામાં આવ્યું હોય જિલ્લા પોલીસ તરફથી જગતમંદિરમાં સુરક્ષાની દ્રષ્ટિએ જગતમંદિરમાં મોબાઈલ ફોન લઈ જવાની સંપૂર્ણ મનાઈ હોવા છતાં કઈ રીતે અનેક લોકો દ્વારા જગતમંદિરમાં મોબાઈલ ફોન લઈ જવાની સંપૂર્ણ મનાઈ હોવા છતાં કઈ રીતે અનેક લોકો દ્વારા જગતમંદિરમાં મંજુરી વગર મોટા ઉત્સવો ઉજવવા હોવાની તેમજ તેનું ગેરકાયદેસર રીતે વિશ્વભરમાં લાઈવ ટેલીકાસ્ટ કરાયું હોય જગતમંદિરની સુરક્ષામાં ગંભીર ખતરો ઉભો થયો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.