Abtak Media Google News

ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ની રાહ જોઈ રહેલા ફૈન્સ માટે કાલનો દિવસ ખુબજ ખાસ છે. કાલે આ ફિલ સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે અને ટ્રેડ એક્સ્પર્ટે પણ ઉમ્મીદ આપતા કહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કરઅને શિખા તલસાનીય મુખ્ય ભૂમિકામાં છે.

Advertisement

પાકિસ્તાનનાં સેંટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સેન્સરના ચેરમેન દાન્યાલ ગિલાનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે સીબીએસના લોકોએ સર્વસમ્મતિથી આ ફિલ્મને સિનેમાઘરોમાં પબ્લિક માટે રીલીઝ કરવાની અનુમતિ આપી ન હતી કારણ કે, આ ફિલ્મનો કન્ટેન્ટ ફિલ્મ કોડ 1980 નો બહિષ્કાર કરે છે.

ઘણા રિપોર્ટ્સમાં પણ એવું કહેવામા આવ્યું છે કે પાકિસ્તાની સેંટ્રલ  બોર્ડ ઓફ ફિલ્મ સેન્સરના સભ્યોને આ ફિલ્મથી કોઈ પણ વાંધો ન હતો. પરંતુ જ્યારે ત્યાના ડિસ્ટ્રિબ્યુટર્સે આ ફિલ્મને જોઈ ત્યારે તેમણે આ ફિલ્મનુ કન્ટેન્ટ જરા પણ પસંદ આવ્યો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.