Abtak Media Google News

૮.૫ લાખ દવાના વેપારીઓ ૨૮મીએ હડતાલ પર

ઈશોપીંગના વધતા જતા ક્રેઝને લઈ હવે સામાન્ય દુકાનદારો બાદ કેમિસ્ટો પણ મુંઝવણમાં આવી ગયા છે. દેશભરમાં ૨૮ સપ્ટેમ્બરે દવાની દુકાનો બંધ રહે તેવી શકયતા છે. આ દિવસે દવાની દુકાન ધરાવતા લોકો ઈ-ફાર્મસીને મંજૂરી આપવા સામે વિરોધ કરશે.

ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટસ એન્ડ ડ્રગિસ્ટનાજનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે કહ્યું દેશભરમાં દવાની બધી દુકાનો ૨૭ સપ્ટેમ્બરની અડધી રાત્રે ૨૮ સપ્ટેમ્બરની અડધી રાત સુધી બંધ રહેશે.

આ હડતાલનો મુખ્ય ઉદેશ્ય ઓનલાઈન ફાર્મસીના પરિણામ અને ખતરાથી અવગત કરાવવાનો હશે. ઓનલાઈન ફાર્મસીના કારણે લગભગ ૮.૫ લાખ દુકાનદારોની રોજી રોટી ખતરામાં છે.

ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલયે તાજેતરમાં જ દવાના ઓનલાઈન વેચાણને નિયંત્રીત કરવાના મુદે નિયમો બનાવ્યા છે. જે અંતર્ગત ઈ ફાર્મસીને કાયદાકીય રીતે સંચાલીત કરવાની મંજૂરી મળી ગઈ છે. એવું માનવામાં આવે છે કે ઈ-ફાર્મસીથી દવાઓ ૧૫ થી ૨૦ ટકા ઓછી કિંમતે મળશે.

જયારે દુકાનદારો વેપાર દ્વારા માર્જિકના અધિનિયમ મુજબ આવું કરવા અસમર્થ છે. મહત્વનું છે કે જો ઈ-શોપીંગની જેમજ ઈ-ફાર્મસીને વધુ મહત્વ આપવામાં આવે તો જરૂરીયાત વાળા દર્દીઓ કે જેને દરરોજ દવા લેવી પડતી હોય તેઓ વધુ પ્રમાણમાં ઈ-ફાર્મસીનો ઉપયોગ કરે જેની સીધી અસર કેમિસ્ટસને પડે તેવો ડર કેમિસ્ટસને સતાવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.