Abtak Media Google News

મોદી સરકારની મહત્વપૂર્ણ યોજનાને નિયત સમયમર્યાદા પહેલા મંજૂરી કરી દેવા બદલ શહેરી વિકાસ મંત્રાલયની ટીમની મહેનતને અભિનંદન પાઠવતા વડાપ્રધાન મોદી

‘રોટી, કપડા અને મકાન’એ દરેક માનવીની પાયાની જરૂરિયાત છે. ભારત જેવા વસ્તી વિસ્ફોટની સમસ્યાથી પીડાતા વિકાસશીલ દેશ નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે એક સમયે ‘ઘરનું ઘર’ સ્વપ્ન સમાન બની જવા પામ્યું હતુ જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે દરેક પરિવારોને રહેવા માટે આશરો આપવા માટે વર્ષ ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજન અમલમાં મૂકી હતી. જે યોજના અંતર્ગત વષૅ ૨૦૨૨ સુધીમાં દેશમાં ૧ કરોડ આવાશો બનાવવાનો નિર્ધાર વ્યકત કરાયો હતો. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૨ પહેલા જ ૧ કરોડ આવાસો બનાવવાની યોજનાને લીલીઝંડી આપી દીધી છે.

કેન્દ્રનાં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ગઈકાલે મોદી સરકારની આ સિધ્ધિ અંગેની માહિતી આપી હતી શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીએ અકે ટવીટ્ કરીને વિગતો આપી હતી. કે તેમના મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની ૫૦૦મી બેઠકોમાં એક કરોડ વર્ટીકલ આવાસોને મંજૂરી આપી છે. પુરીએ તેના ટવીટમાં વડાપ્રધાન મોદીની સ્વપ્ન દ્રષ્ટા ફલેગશિપ મિશન હેઠળ દરેક ભારતીય માથે છત પૂરી પાડવાની યોજનાને નિયત સમય મર્યાદા પહેલા મંજૂરી આપી શકયા બદલ ગર્વની લાગણી વ્યકત કરી હતી.

7537D2F3 23

શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીના આ ટવીટ્ના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટવીટ્ કરીને જણાવ્યું હતુ પાંચ વર્ષના ટુંકાગાળામાં ૧ કરોડ આવાસોની મંજૂરી આપવી તે ગૌરવપૂર્ણ સિધ્ધિ છે. આ સિધ્ધિ મેળવવા માટે શહેરી વિકાસ મંત્રાલયની ટીમે કરેલી મહેનતને અભિનંદન પાઠવું છું મોદીએ વધુમાં જણાવ્યું હતુ કે આ પહેલા પારદર્શિતા, ટેકનીકનો ઉપયોગ અને ઝડપી અમલીકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.