Abtak Media Google News

કૃષિ સંશોધન અને વિકાસના પગલે સોરઠ સહિત સૌરાષ્ટ્રમાં બાગાયતદાર, શિક્ષિત ખેડૂતો દ્વારા સતત સંશોધન અને પ્રયોગો થકી અનેકવિધ આશ્ચર્યજનક પરિણામો મળતા થયા

સોરઠ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડિસેમ્બર મહિનાની ફૂલ ગુલાબી ઠંડીનો દૂર ચાલી રહ્યો છે ત્યારે પોરબંદરની યાર્ડમાં ગઈકાલે ખંભાળા પંથક માંથીકેસર કેરી ના આગમનનું મુહૂર્ત થઈ જવા પામ્યું છે.. જોકે  મર્યાદિત સંખ્યામાં કેસર કેરીના 6બોક્સ આવતા ₹3100 ના ભાવે બોક્સનું વેચાણ થયું   હજુ પોરબંદરના ખેડૂત ના બગીચામાં બે થી ત્રણ ડઝન બોક્સ જેટલી કેરી તૈયાર થવામાં છે, પોરબંદરની જેમ તાલાળા ઉના અને મહુવા રાજુલા અને સાવરકુંડલા પંથકમાં પણ કેટલાક આંબાવાડીયાઓ માં આ વખતે આંબામાં મોર એટલે કે આગોતરું ફલાવરીંગ જોવા મળ્યું છે.. ઉનાળામાં આવતી કેરી શિયાળામાં આગોતરી આવે એટલે કેરીના શોખીનો પાસેથી તેના “મો” માંગ્યા દામ મળે…

Advertisement

આંબામાં આગોતરા ફ્લાવરીંગ િ ને સામાન્ય રીતે ઋતુમાં બદલાવ અને ગ્લોબલ વોર્મિંગ ની સ્થિતિને કારણભૂત ગણે છે. અલબત્ત જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત સંશોધન વિભાગના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર કારેથા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાગાયત અને કૃષિ ક્ષેત્રે ગ્લોબલ વોર્મિંગ અને બદલાયેલી ઋતુચક્રનો પ્રભાવ છે પરંતુ આંબામાં આગોતરા મોર અને સમયથી પહેલા કેરી તૈયાર કરવી એ ખરેખર તો શિક્ષિત સંશોધક અને વિકાસશીલ ખેડૂતો ના સતત અધ્યયન અને કોઠાસૂઝની “કમાલ”ગણી શકાય, હવે ખેડૂતો પરંપરાગત ખેતી ની બીબા ઢાળ પદ્ધતિ માંથી બહાર આવી રહ્યા છે દરેક પાકનું સંવર્ધન સંરક્ષણ સુધારેલી જાતો અને નવી કૃષિ પદ્ધતિ અપનાવવાની નવી પેઢીના ખેડૂતોની જગત અનેક પરિણામો આપે છે.

બાગાયત અને ખાસ કરીને કેસર કેરીની ખેતીમાં પણ યુવા ખેડૂતો સતત સંશોધન અને નવા નવા અખતરા કરે છે આંબાની ખેતી માં સમયસર ,સારો અને ઉત્તમ ક્વોલિટીનો પાક લેવા માટે ખેડૂતો દેશી ખાતર ની જગ્યાએ રાસાયણિક ખાતરો અને “કલટાર”જેવી દવાઓનો ઉપયોગ કરતા થયા છે કલટારના કારણે આંબામાં ફલાવરીંગ વહેલું અને વધુ આવે છે.

પિયત આપવાના સમયગાળા અને ફલન ના સમયગાળાનું “ટાઈમસેટિંગ” કરવાથી આંબામાં વહેલા મોર અને કેરી આવે છે, દર વર્ષે ક્યાંક ને ક્યાંક કોઈ બગીચામાં એકલદોકલ કે આંબાઓના સમૂહમાં આગોતરું ફ્લાવરિંગ અને તેની માવજતના કારણે વહેલી કેરી આવે છે સૌરાષ્ટ્રમાં કેરીના વહેલા આગમન ની આ કમાલને ગ્લોબલ વોર્મિંગ ની આડઅસરના બદલે આપણે ખેડૂતોની કોઠાસૂઝની કમાલ ગણી શકીએ, મોટાભાગે ખેડૂતો હવે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા લાગ્યા છે આંબાની ખેતીમાં પણ નવી પદ્ધતિ મુજબ એક વીઘામાં 10 બાય 15 ફૂટના અંતરે વીઘે 80થી 100 આંબા વાવી શકાય છે .

અગાઉ જૂની પદ્ધતિ મુજબ એક વીઘામાં 15 થી 20 ઝાડ ઉછેરવામાં આવતા હતા.. ડોક્ટર કારેથા એ જણાવ્યું હતું કે આંબાની ખેતીમાં સમયસર અને આગોતરો પાક તૈયાર થઈ જાય તો સારા ભાવ આવે છે ખેડૂતોની ટાઈમ મેનેજમેન્ટની ચીવટથી ઘણા આંબામાં વહેલા મોર અને ફળ આવી જાય છે આ ખેડૂતોના કોઠાસૂઝની કમાલ છે.. સામાન્ય રીતે ઉનાળામાં આવતી કેરી નું ઉત્પાદન એક સાથે આવતા બજારમાં ભાવ ખૂબ જ નીચો રહે છે આથી દરેક બાગાયતદાર એવું ઇચ્છતા હોય છે કે તેમના આંબામાં વેલો ફાલ અને ફળ જલ્દીથી તૈયાર થઈ જાય, આ પ્રયત્નમાં કુદરત અપવાદરૂપ કિસ્સામાં ખેડૂતોને મદદ કરે છે અને આંગળીને બેઠે ગણાય તેટલા ખેડૂતોના બાગમાં કેટલાક આંબા વહેલી કેરી આપી દેછે. બજારમાં વહેલી કેરી આવવાની આવી ઘટનાઓ ગ્લોબલ વોર્મિંગ ની આડઅસરના બદલે ખેડૂતો માટે ખુશ કિસ્મત અને કુદરતની કૃપા ગણવી જોઈએ.

આંબાની ખેતીમાં જૂની પદ્ધતિની જગ્યાએ વૈજ્ઞાનિક અભિગમ ખેડૂતો માટે ફાયદારૂપ

સૌરાષ્ટ્ર ગુજરાતમાં આંબાની ખેતીનું ખૂબ મહત્વ છે જૂનાગઢના તાલાલા મેંદરડા પુના પોરબંદર અમરેલી સાવરકુંડલા પંથકમાં આંબા માફક આવે તેવી જમીનોના કારણે કેસરકેરી ની સારી ખેતી થાય છે ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરે છે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને કલટાર જેવા રસાયણ ના ઉપયોગથી પાકની ગુણવત્તા અને સમયમાં સુધારો આવ્યો છે આમ વિજ્ઞાનિક અભિગમ ની બાગાયત ખેતી ખેડૂતો માટે લાભકારક બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.