Abtak Media Google News

રાજયમાં ૨૭૫૪ ગામોમાં ગૌચર પર ગેરકાયદે દબાણો

રાજયમાં ૨૭૫૪ ગામોમાં ૪.૭૫ કરોડ ચો.મી. ગૌચર જમીન ભૂમાફીયાઓ હડપ કરી ગયા હોવાનું સરકારે સ્વીકાર્યું છે. ગાંધીનગરનાં કલોલ તાલુકાના મોટા ભોયણ ગામે ગૌચરની જમીના પર સીમેન્ટ ફેકટરીએ કરેલુ દબાણ હટાવવાની માગણી સાથે કલોલના

કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સરકાર સામે આંદોલન છેડવાન ચીમકી આપી હતી. વિધાનસભામાં ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના ગૌચર જમીન અંગે ચર્ચા દરમિયાન ઠાકોરે ગૌચર જમીન પર ગેરકાયદે પેશકદમી કરી  બાંધકામ કરનાર સીમેન્ટ ફેકટરી સામે પગલા લેવાની માંગણી કરી હતી.

6 Banna For Site

તેના જવાબમાં સરકારે જણાવ્યું હતુ કે રાજયમાં ૨૨ જિલ્લાનાં ૭૫૭૪ ગામોમાં જરૂર કરતા ઓછી ગૌચરની જમીન છે. રાજયમાં દર ૧૦૦ પશુ દીઠ ૪૦ એકર ગૌચરની જમીન હોવી જોઈએ તેવી નીતિ છે.

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું હતુ કે ગાંધીનગર જિલ્લામાં ૨૬૯ ગામોમાં પ્રમાણ કરતા ઓછી ગૌચરની જમીન છે, ૨૬ ગામોમાંતો ગૌચરની જમીન જ નથી મહેસાણા જિલ્લામાં ૧૦૧ ગામોમાં જરૂરત કરતા ઓછી ગૌચરની જમીન છે. તેમણે જણાવ્યું કે રાજયનાં ૨૭૫૪ ગામોમાં ૪.૭૫ કરોડ ચોરસ મીટર જમીન ઉપર ગેરકાયદે દબાણો થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.