Abtak Media Google News

ગત નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં વિકાસ દર માત્ર ૭.૧ ટકા જ હતો જે આગામી નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માં વધી શકે છે

જીએસટી સહીતના આર્થિક સુધારા ભારત માટે ફળદાયી છે. વિકાસ દર ૮ ટકા રહેશે તેમ વર્લ્ડ બેંક (વિશ્વ બેંકે) જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે ભારતે ૨૦૧૬-૧૭માં ૭.૧ ટકા  વિકાસ દર દર્જ કરાવ્યો હતો. ત્યારે ૨૦૧૭-૧૮ માં આ વધીને ૮ ટકા થઇ શકે છે.

નોટબંધી મામલે કેન્દ્ર સરકારની ટીકા થવા લાગી હતી. નાણાકીય વિશ્ર્લેષણો અને અર્થ શાસ્ત્રીઓમાં મિશ્ર પ્રતિસાદ હતો. કેટલાકનું માનવું હતું. કે નોટબંધીથી મંદી વકરી છે અને ભારતીય અર્થતંત્રને ધકકો લાગ્યો છે.

વિશ્ર્વ બેંકે આગળ જણાવ્યું કે, અહીં ખાસ ઉલ્લેખનીય છે જે મોદી સરકારે ભ્રષ્ટ્રાચારને નાબૂદ કરવાનો મકકમ નિર્ણય લઇ લીધો છે. જેના પગલે ડિજીટલ ક્રાંતી લાવવા એક પછી એક ડિજીટલ હથીયારો માર્કેટમાં લાવી રહ્યા છે. તો લોકો પણ ઇન્ડીયાને ડિજીટલી સ્વીકારવામાં લાગ્યા છે. હાલ બધાંજ  સરકારી ડિપાર્ટમેન્ટો, કોમશીગલ સેકટર રેલવે ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોમાં મની ટ્રાન્સેકશન માટે ઓનલાઇન પેમેન્ટનું ચલણ વધારી રહ્યા છે. જેના માટે ભીમ નામની સરકારી એપ્લીકેશન પણ બનાવવામાં આવી છે. જેમાં ભારત કયુઆર કોડ દ્વારા પેમેન્ટ

કરી શકશે. તો લોકોને ડિજીટલ પેમેન્ટ તરફ વાળવા માટે ઇન્સેન્ટીવ અને ડિસ્કાઉન્ટસ પણ આપવામાં આવે છે. સરકારની વરીષ્ઠ અધિકારીનું માનવું છે કે સરકાર ગાંધી જયંતિના દિવસ બીગ ટીકીટ કેમોઇનને લોન્ચ કરી શકે છે. અને તેમના માપદંડ પ્રમાણે પોતાના લક્ષ્યને મેળવી ભારતને કેશલેસ કરવા માગે છે. તો આ કેમ્પેઇન ગણતંત્ર દિવસ જાન્યુ.૨૬ સુધી ચલાવવામાં આવશે. માદી સરકારની નજર હાલ કાળા નાણા ફેરવનારો પર છે. ઓનલાઇન પેમેન્ટ કરવાથી કાળા નાણા આઇ.ટી. ની રડારમાં આવી જશે તેમ વર્લ્ડ બેંક માને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.