Abtak Media Google News

કોલકત્તામાં વરસાદ વિઘ્નરૂપ બને તેવી પ્રબળ સંભાવના બીજા વન-ડેમાં પણ વિરાટ સેના હોટ ફેવરીટ

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આવતીકાલે પાંચ વન-ડે શ્રેણી પૈકીનો બીજો વન-ડે મેચ રમાશે. કોલકત્તામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો હોય કાલે બીજા વન-ડેમાં વરસાદનું વિઘ્ન આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. બીજા વન-ડેમાં પણ વિરાટ સેના જીત માટે હોટ ફેવરિટ મનાઈ રહી છે.

ચેન્નઈ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલીયાને પરાજય આપ્યો હતો. બરોડાનો હાર્દિક પંડયા ટીમ ઈન્ડિયાના આશાસ્પદ ઓલ રાઉન્ડર તરીકે ઉભરી રહ્યો છે. આક્રમક બેટીંગ કરતા પંડયાએ ૮૩ રન ફટકાર્યા હતા અને બે વિકેટો પણ ખેડવી હતી. ઓસ્ટ્રેલીયાના સુકાની સ્મિથે પણ પોતાની ટીમને સાવચેત કરી દીધી છે કે ભારત પાસે સ્પીનર સીવાયના પણ અનેક શસ્ત્રો રહેલા છે. કાલે કોલકત્તા ખાતે રમાનારી બીજે વન-ડેમાં ભારતે પણ ઓસ્ટ્રેલીયાથી સાવચેત રહેવું પડશે કારણ કે, ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેનો પ્રથમ વન-ડેમાં નિષ્ફળ નિવડયા હતા. મિડલ ઓર્ડરમાં હાર્દિક પંડયા, પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની અને બોલર ભુવનેશ્ર્વરકુમારે ટીમને સન્માનજનક સ્કોરે પહોંચાડયો હતો.

ચેન્નઈમાં પણ વરસાદનું વિઘ્ન આવતા બીજા દાવમાં મેચ માત્ર ૨૧ ઓવરની કરી નાખવામાં આવી હતી. કાલે કલકત્તાના ઈડન ગાર્ડન ખાતે રમાનારી બીજી વન-ડેમાં વરસાદની પ્રબળ સંભાવના જણાય રહી છે. ઈડન ગાર્ડનની પીચ બીજા દાવમાં સ્પીનરોને મદદ‚પ થતી હોય છે. આવામાં કાલે રમાનારી બીજી વન-ડેમાં ટોચ જીતનારી ટીમ પ્રથમ બેટીંગ કરવાનું પસંદ કરશે. કાલે ભારતની ટીમ ઓપનર તરીકે અંજીકય રહાણેની જગ્યાએ લોકેશ રાહુલને અજમાવે તેવી શકયતા પણ જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.