Abtak Media Google News

અભિનેતા પ્રકાશ રાજને ગુરુવારે પોન્જી યોજના કેસમાં ઇડીએ સમન મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા ઇડીએ તમિલનાડુના ત્રિચી સ્થિત પ્રણવ જ્વેલર્સના ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. આ કેસમાં ઇડી પ્રકાશ રાજની હવે પૂછપરછ કરશે.પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સની જાહેરાત કરે છે. એક અધિકારીએ જણાવ્યું કે ઇડી હવે પ્રકાશ રાજની પૂછપરછ કરશે.

પ્રણવ જવેલર્સ દ્વારા શરૂ કરાયેલી સ્કીમ હેઠળ લોકો પાસેથી રૂ. 100 કરોડ ઉઘરાવી શેલ કંપનીઓમાં કરાયા’તા ટ્રાન્સફર

ઇડીના સૂત્રોના જણાવ્યા મુજબ, તમિલનાડુના ત્રિચીના જાણીતા પ્રણવ જ્વેલર્સને ત્યાં પીએમએલએ અંતર્ગત સર્ચ ઓપરેશન દરમિયાન અનેક એવા કાગળો મળ્યા હતા જેમાં 23 લાખ 70 હજાર રુપિયાની સંદિગ્ધ લેવડદેવડની જાણકારી હતી. એટલું જ નહીં ઇડીએ સર્ચ દરમિયાન 11 કિલો 60 ગ્રામ સોનાના ઘરેણાં પણ જપ્ત કર્યા હતા.

તપાસ એજન્સી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જનતા પાસેથી ગોલ્ડ સ્કીમ થકી એકઠા કરેલા 100 કરોડ પ્રણવ જ્વેલર્સના લોકોએ અનેક શેલ કંપનીઓની મદદથી ઠેકાણે કર્યા છે. ઇડીના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો કે પ્રણવ જ્વેલર્સ અને તેની સાથે જોડાયેલા લોકોએ છેતરપિંડીથી મેળવેલા આ પૈસાને બીજી શેલ કંપનીમાં ડાયવર્ટ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.