Abtak Media Google News

વર્ષોથી બંધ હાલતમાં, આસપાસ ગંદકીના ગંજ ખડકાયા

ઉનાળાની ઋતુમાં સૂર્યદેવનો પ્રકોપ વધતાની સાથે  ગરમીનો પારો ઉચકાય છે પરંતુ ઈડર શહેરમાં  ઉનાળાની ગરમી માપવા માટેનું મશીન હવામાન વિભાગ દ્વારા મુકવામાં આવ્યું છે  પરંતુ આ ગરમી માપવાનું મશીન જારવણીના અભાવે છેલ્લા કેટલાક વર્ષથી બંધ હાલતમાં પડયું છે જેના કારણે ગરમીનો સાચો આંકડો મળી શકતો ન હોવાના કારણે હાલ ગરમી કેટલી પડી રહી છે તે જાણી શકાતું નથી આ ગરમી માપવાનું મશીન એક લાકડાની પેટીમાં બનાવેલું છે કે.એલ. ચૌહાણ નો આ અંગે પૂછતા આ મશીનની દેખરેખ કરતાં  જણાવ્યું હતું કે આ મશીન છેલ્લા કેટલાક વર્ષથી બંધ હાલતમાં છે જેની જાણ હવામાન વિભાગ (અમદાવાદ)ના અધિકારીઓને કરવામાં આવી છે તેમ છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. તેમ જ તાપમાન માપવાના મશીનની આસપાસ ગંદકી રહેતી હોવાથી  ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે જેને લઈ આ લાકડાની પેટીને નુકસાન કરી વાયરો પણ કાપી નાખ્યાં છે આ અંગે તંત્રને જાણ કરવા છતાં સફાઈ કરવામાં ન આવતાં  મશીનને નુકશાન થવા પામ્યું છે ત્યારે હવામાન વિભાગ  ગરમી માપવાનું નવું મશીન તાત્કાલીક ધોરણે મૂકાવે તેવી માંગ ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.